તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Thursday, 26th December 2024
વડાપ્રધાન સ્વામિત્વ યોજનાઃ કાલે નરેન્દ્રભાઇની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રાજકોટના ત્રણ ગામોને પ્રોપર્ટી કાર્ડ અપાશે
૧૧ લાખ પ્રોપ્રર્ટી કાર્ડ સાથે ગુજરાત દેશમાં ફર્સ્ટ નંબરેઃ રાજકોટ જીલ્લો રાજયમાં ૧લા નંબરે..

રાજકોટ તા. ૨૬: કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૧ માં વડાપ્રધાન સ્વામિત્વ યોજના' અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે.
સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોટ જિલ્લો પણ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. ત્યારે આવતીકાલે શુક્રવારના રોજ બપોરના ૧૨:૩૦ કલાકે વડાપ્રધાન વચ્યુઅલી હેમુ ગઢવી હોલ ખાતે જોડાશે તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ અલગ-અલગ જગ્યા જેવી કે ગોંડલના નાના મહીકા, કોટડા દેવડીયા અને જસદણના બોઘરા ખાતે આ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરવામાં આવશે. જેમાં નાના મહીકામાં ૧૪૦, કોટડા દેવડીયામાં ૪૨, અને બોઘ્રરામાં ૧૬૯ જેટલાં લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરવામાં આવશે
(3:45 PM IST)










