<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

મ્‍યુ. કમિશનરના બંગલા નજીક બેકાબૂ કારની ઠોકરે ચડતાં વૃધ્‍ધને ઇજાઃ બે બાઇક પણ ઝપટમાં આવી ગયા

કાર મહિલા ચલાવતી હતીઃ લોકોના ટોળા એકઠા થઇ જતાં પોલીસ દોડી ગઇ

રાજકોટઃ શહેરના મ્‍યુનિસિપલ કમિશનરના બંગલો નજીકના રોડ પર એક કાર બેકાબૂ બની જતાં પગપાળા જઇ રહેલા એક વૃધ્‍ધ ઠોકરે ચડી ગયા હતાં. બાદમાં આ કારની ઠોકરે સાઇડમાં પાર્ક કરાયેલા બે બાઇક ચડી ગયા હતાં જેના કારણે બાઇકમાં અને કારમાં નુકસાની થઇ હતી. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. કોઇને જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી. કાર કોઇ મહિલા ચલાવી રહ્યા હોવાનું લોકો કહેતાં હોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. ઠોકરે ચડેલા વૃધ્‍ધને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:42 PM IST)