તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
સૂર્યોદય સોસાયટીના હરેશભાઇ તેજાણીનું દિવાનપરામાં બહેનના ઘરે હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પર સૂર્યોદય સોસાયટીમાં રહેતાં હરેશભાઇ લલિતભાઇ તેજાણી (ઉ.વ.૫૮) સવારે દિવાનપરામાં તેમના બહેન વર્ષાબેનના ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ એ-ડિવીઝનને કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને હાલ નિવૃત જીવન જીવતા હતાં. બહેનના ઘરે આટો મારવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો.
(3:02 PM IST)










