<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

આર્ય સ્‍કુલ દ્વારા આર્ટ એન્‍ડ ક્રાફટ શો સપ્‍તરંગી કાર્યક્રમ

શાળાના પ્રાંગણમાં તા.૧ થી પ જાન્‍યુઆરી સુધી આયોજનઃ પ્રદર્શન નિહાળવા જાહેર આમંત્રણ :શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ એક હજારથી વધુ કૃતિઓનું પ્રદર્શનઃ ચોપાઇ, દુહા, છંદ, લોકગીતો, લાઠી શો, યોગા શો આકર્ષણ જમાવશે

રાજકોટઃ અહિં મવડી મેઇન રોડ ઉપર ૮-અલ્‍કા સોસાયટીમાં આવેલ આર્ય સ્‍કુલ દ્વારા આર્ટ એન્‍ડ ક્રાફટ શો સપ્‍તરંગી કાર્યક્રમનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૩૦૦ વિદ્યાર્થીઓ દ્વારા એક હજાર કરતાં વધારે આર્ટ કૃતિઓનું પ્રદર્શન યોજાશે.

શહેરની નામાંકિત શાળા એવી શ્રી આર્ય સ્‍કુલ દ્વારા આર્ટ એન્‍ડ ક્રાફટ શો સપ્‍તરંગી કાર્યક્રમ તા.૧/૧/ર૦રપ થી તા.પ/૧/ર૦રપ સુધી આયોજીત કરેલ છે. જેમાં શહેરમાં સૌપ્રથમ ૩૦૦ આર્ટીસ્‍ટો દ્વારા તૈયાર કરવામાં આવેલ હજાર કરતા વધારે આર્ટ કૃતિઓનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. જેમાં બાળકો દ્વારા ચોપાઇ, દુહા, છંદ, લોકગીતો, લાઠી શો, યોગા શો આકર્ષણનું કેન્‍દ્ર બનવા જઇ રહયાં છે.

કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં સેલ્‍ફી ઝોન ફુડ ઝોન ફેશન શો, અને બીજું ઘણું બધુ આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકશ્રી સુરજ અને શાળાના સ્‍ટાફે જહેમત ઉઠાવેલ છે. સર્વ નાગરીકોને નિમંત્રણ અપાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(2:52 PM IST)