<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રાજકોટ ક્રિમીનલ બાર એસો.ના હોદેદારોની બિનહરીફ વરણી

વર્ષ ર૦ર૪-રપ માટે હોદેદારો નિમાયાઃ પ્રમુખપદે રાજકુમાર હેરમા, ઉપપ્રમુખ હિતેન્‍દ્રસિંહ જાડેજા, સેક્રેટરી નરેન્‍દ્રસિંહ જાડેજા, કન્‍વીનર તુષાર બસલાણી, સહકન્‍વીનર જયેન્‍દ્રસિંહ રાણા, સહીતના સભ્‍યોની વરણી કરાઇ

રાજકોટ, તા., ૧૮: ક્રિમીનલ બારની સ્‍થાપના આશરે ૩૭ વર્ષ પહેલાં મધુસુદનભાઈ સોનપાલ તથા અમીતભાઈ જોષીએ કરેલી.જુનીયર એડવોકેટને પડતી મુશ્‍કેલીઓ નિવારવા માટે કરવામાં આવેલ હતી. ત્‍યારથી આજદિન સુધી ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર વકીલોને પડતી મુશ્‍કેલીઓ ને હલ કરવા માટે કાર્યરત છે. અને વર્ષોથી ક્રિમીનલ બાર એશોસીએશનને જુનીયર એડવોકેટ ને પડતી મુશ્‍કેલીઆ ને વાંચા આપેલ છે. તેમજ દિન પ્રતિદિન નવા આવતા વકીલ મીત્રોને ક્રિમીનલ બાર એસોસીએશન હંમેશા માર્ગદર્શન પુરૂ પાડતું આવેલ છે. તેમજ તમામ ક્ષેત્રો માં પ્રેકટીસ કરતા વકીલમીત્રો ને પડતી મુશ્‍કેલી કે  તેઓના પ્રશ્નો અંગે અવાર નવાર નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત તેમજ ડિસ્‍ટ્રીકેટ જજ સમક્ષ રજુઆતો કરીને આજદિન સુધી સફળ કામગીરી કરેલ છે. તેમજ પ્રશ્નોનું સફળ નિરાકરણ કરતું આવેલ છે.

આજરોજ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ ક્રિમીનલ બાર એસોસીએશન ની સાધારણ બોલાવવામાં આવેલ જેમાં બહોળી સંખ્‍યામાં જુનીયર વકીલમીત્રો હાજર રહેલા જેમાં સર્વાનુમતે સને -૨૦૨૪-૨૦૨૫ના વર્ષ માટે મળતાં નીચે મુજબ હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.જેમાં કન્‍વીનર શ્રી તુષાર બસલાણી, સહ કન્‍વીનર જયેન્‍દ્રસિંહ રાણા, તેમજ પ્રમુખ શ્રી રાજકુમાર હેરમા, ઉપઙ્ઘમુખ શ્રી હિતેન્‍દ્રસિંહ જાડેજા, સેક્રેટરી શ્રી નરેન્‍દ્રસિંહ ચાવડા, જો. સેક્રેટરી શ્રી હેમાંગ જાની, ટ્રેઝરર શ્રી ચીમનભાઈ સાંકળીયાની નિમણુક કરવામાં આવેલ છે. તથા કારોબારી સભ્‍યો તરીકે મુકેશભાઈ પંડયા, ડી.બી. બગડા, કિરીટસિહ જાડેજા, અભય ખખ્‍ખર, અજયસિંહ ચુડાસમા, પરેશ કુકાવા, કિશન વાગડીયા તથા કોમલબેન શુકલા, પુનમબેન આગોલા ની નિમણુક કરવામાં આવેલ છે. તથા કો.ઓપ. મેમ્‍બર તરીકે શ્રી સીધ્‍ધરાજસિંહ જાડેજા તથા ઉજજવલ રાવલની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે

ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ હોદેદારોને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણી, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, તથા પુર્વ પ્રમુખ શ્રી લલીતસિંહ શાહી તથા સીનીયર વકીલ શ્રી અનીલભાઈ દેસાઈ, શ્રી પીયુષભાઈ શાહ, નલીનભાઈ જે.પટેલ, દિલીપભાઈ જોષી, જયદેવભાઈ શુકલ, કિશોરભાઈ સખીયા, ગીરીશભાઈ ભટ્ટ, જયંતકુમાર ગાંગાણી, તુલશીદાસ ગોંડલીયા, શ્રી અમીતભાઈ જોપી, શ્રી મહેશભાઈ ત્રીવેદી, કમલેશભાઈ શાહ, અમીતભાઈ ભગત, પી.સી.વ્‍યાસ, જયેશભાઈ બોઘરા, ઈન્‍દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ડોડીયા, મનીષભાઈ ખખ્‍ખર  વિગેરે ઓએ શુભેચ્‍છા પાઠવેલ છે.

(3:19 PM IST)