<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

બાર એસો.ની ચુટણીમાં ‘કાર્યદક્ષ' પેનલના ઉમેદવારોનો ટૂંકો પરિચય

રાજકોટ, તા.૧૮: રાજકોટ બાર એસો.ની ચુટણીમાં ઉમેદવારી નોંધાવનાર કાર્યદક્ષની પેનલના ઉમેદવારોએ આજે ‘‘અકિલા''ની મુલાકાતે આવ્‍યા હતાં જેમાં દરેક ઉમેદવારો પોતાનો ટૂંકો પરિચય આપેલ હતો.

પ્રમુખપદના ઉમેદવારઃ જોષીદીલીપ એન. ક્રમ નં. ૨

તેઓ છેલ્લા ૨૩ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અને રાજકોટ કોર્ટમાં એક પ્રતિષ્ઠિત અને નામાંકિત વકીલની પોતાની આગવી છાપ ધરાવે છે. તેમજ તેઓ કોર્ટ પ્રેકટીસ સાથે નિયમીત જોડાયેલા છે. વકીલોના દરેક નાના મોટા પ્રશ્‍નમાં દિવસ રાત જોયા વગર દરેક પ્રશ્‍ન હલ કરવાનો તેમનો હકારાત્‍મક અભીગમ જ તેમને આ ચુંટણીમાં પ્રમુખપદની પોતાની ઉમેદવારી કરવાના વિચારને બળ પુરૂ પાડે છે.

તેઓ અગાઉ રાજકોટ બાર એસોસીએશનમાં વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૦માં કારોબારી તરીકે અને વર્ષ ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૮માં સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમજ વર્ષ-૨૦૨૩ માં જયારે સીનીયર વકીલોની પેનલ સાથે તેઓની કામગીરીને ધ્‍યાનમાં રાખી સેક્રેટરી પદે પસંદગી કરવામાં આવેલ હતી. જેમાં તેઓ બારસોથી વધુ મત મેળવી જંગી બહુમતીથી ચુંટાય આવેલ હતા. તેમજ તેઓએ રાજકોટ બારમાં હોદા વગર પણ અનેક કામગીરીઓ કરેલ છે. આમ તેઓ રાજકોટ બારમાં હોદા સાથે અને હોદા વગર નિસ્‍વાર્થ ભાવે સેવા આપેલ છે.

ઉપપ્રમુખપદના ઉમેદવારઃ પંડયા મંયક આર, ક્રમ નં. ૧

તેઓ છેલ્લા ૨૮ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ રાજકોટ બાર એસો.માં સેક્રેટરી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી દરેક બારના રીનોવેશન અને વકીલોની સગવડો અને પ્રશ્‍નોમાં મહત્‍વની કામગીરી કરેલ હતી. તેઓ કોર્ટ પ્રેકટીસ સાથે નિયમીત સંકળાયેલ છે. તેમજ હાલ તેઓ રાજકોટ વેલ્‍ફેર ફંડમાં ચેરમેન છે અને તેઓ વકીલોને મુશ્‍કેલીના સમયમાં વધુ વળતર મળે તે માટે વેલ્‍ફેર ફંડમાં સભ્‍યો વધે તે માટેના પ્રયત્‍નો કરી રહ્યા છે. તેમજ તેઓ રાજકોટ બાર એસો.ને કોર્ટ પાસે ૫ એકર જમીન મળે અને ત્‍યાં વકીલોની ઓફીસ અને સ્‍પોર્ટસ સંકુલ બને અને અન્‍ય વ્‍યવસ્‍થા થઇ શકે તે માટે સભ્‍યોના સાથ સહકાર મેળવી તેવા પ્રયત્‍નો કરી રહ્યા છે. આમ રાજકોટ બારમાં હોદા સાથે અને હોદા વગર નિસ્‍વાર્થ ભાવે સેવા આપેલ છે.

સેક્રેટરી પદના ઉમેદવારઃ વેકરીયા સંદિપ એમ. ક્રમ નં. ૩

તેઓએ વકીલાતની શરૂઆત રેવન્‍યુ અને સીવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી દિનેશ પરસાણા, શ્રી વિરલ પટેલ તથા શ્રી સુરેશ ગઢીયા સાથે કરેલી. તેઓ રાજકોટ બાર એસો.માં અગાઉ ત્રણ વાર કારોબારી સભ્‍ય અને એક વાર લાયબ્રેરી સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. આમ તેઓએ કારોબારી તરીકે વકીલોની સગવડો માટે અનેક કામગીરીઓ કરેલ છે. તેમજ લાયબ્રેરી સેક્રેટરી તરીકે કોરોના કાળ દરમ્‍યાન સતત ૪ મહિના લાયબ્રેરી, દરેક બારરૂમ, લોબી, કોર્ટ કેમ્‍પસમાં ટેબલો, લોકરો દરેક વસ્‍તુ હટાવી સાફ સફાઇ કરી અને લાયબ્રેરીને રીનોવેશન કરી ગુજરાતભરમાં સારામાં સારી લાયબ્રેરી બને તેવા પ્રયત્‍નો સભ્‍યો અને કર્મચારીઓના સાથ સહકારથી કામગીરી કરેલ હતી. તેમજ ત્‍યારે રાશન કીટ વિતરણમાં સિંહ ફાળો આપ્‍યો હતો.

જોઈન્‍ટ સેક્રેટરી પદના ઉમેદવારઃ પારેખ જીતેન્‍દ્ર એચ. ક્રમ નં.ર

તેઓ રાજકોટ બાર એસો. માં અગાઉ કારોબારી અને ટ્રેઝરર તરીકે સેવા આપેલ છે અને વકીલોની એઆઇબી અને જજીસની પરીક્ષા માટેની કામગીરીમાં પોતાનો સિંહ ફાળો આપેલ છે. તેમજ તેઓ વકીલોના જુદા જુદા સંગઠનોમાં કામગીરી કરવા તત્‍પર હોય છે. તેમજ તેઓએ કોરોના કાળમાં હોદા વગર રાશન કીટ વિતરણની કામગીરીમાં પોતાનું મહત્‍વનું યોગદાન આપેલ હતુ. તેમજ તેઓ રેવન્‍યુ કે કોર્ટ ક્ષેત્રમાં વકીલોના પ્રશ્‍નનું નિરાકરણ લાવવા હોદો હોય કે ન હોય હમેંશા અગ્રેસર હોય છે. તેમજ તેઓ વિશ્વ હિન્‍દુ પરીષદ અને રાષ્‍ટ્રીય સ્‍યંમ સેવકમાં પોતાની સેવા આપે છે.

ટ્રેઝરર પદના ઉમેદવારઃ

જાની કૈલાશ જે. ક્રમ નં. ૩

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી લલીતસિંહ શાહી અને શ્રી સુરેશ ફળદુ સાથે કરેલી. તેઓ રાજકોટ બાર એસો.માં અગાઉ કારોબરી સભ્‍ય તરીકે સેવા આપી ઘણા વકીલોને પોલીસ સ્‍ટેશન બાબતોના પ્રશ્‍નોમાં મદદરૂપ થયેલ છે. તેમજ તેઓ નિયમીત કોર્ટમાં આવી વકીલોના પ્રશ્‍નોમાં અગ્રેસર હોય છે.

લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવારઃ

ધ્રુવ રવિ બી. ક્રમ નં.૧

તેઓ મુળ ખંભાળીયાના વતની છે. તેઓ વર્ષ ૨૦૦૮ થી રાજકોટને કર્મભુમી બનાવી સીનીયર ધારાશાષાી શ્રી એન. જે. પટેલ સાથે દિવાની અને રેવન્‍યુ પ્રેકટીસની શરૂઆત કરેલ હતી. તેઓના પિતાશ્રી ભુપેન્‍દ્રભાઈ ધ્રુવ સીનીયર એડવોકેટ છે અને ખંભાળીયાના નામાંકિત ધારાશાષાી તરીકે ની ઓળખ ધરાવે છે.

કારોબારી સભ્‍ય (મહિલા અનામત) પદના ઉમેદવારઃ થડેશ્વર રૂપલબેન બી ક્રમ નં. ૩

તેઓ વિવિધ કોર્ટોમાં ફોજદારી, સીવીલ, રેવન્‍યુ અને એમ.એ.સી.પી. પ્રેકટીસ કરે છે. તેઓના પિતાશ્રીએ કટોકટીના સમયે જસદણમાં ભારતીય જનતા પાર્ટીની સ્‍થાપના કરનાર પૈકી એક હતા. ત્‍યારબાદ તેઓના પિતાશ્રી જસદણ નગરપાલીકામાં પ્રમુખપદમાં રહી ચુકેલ છે. ત્‍યારબાદ તેઓના માતળશ્રી જસદણ નગરપાલીકામાં પ્રમુખપદમાં રહી ચુકેલ છે. તેઓએ જસદણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી સર્વે જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્ન અને રકતદાન શીબીરમાં પોતાનું યોગદાન આપેલ છે.

કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્‍યના ઉમેદવારો

આંબલીયા ભાવીક ટી. ક્રમ નં. ૨

તેઓએ વકીલાતની શરૂઆત રેવન્‍યુ અને સીવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી એન.જે. પટેલ અને શ્રી જી.એલ. રામાણી સાથે કરેલી. તેઓ શ્રી ખોડલધામ લીગલ સમીતીમાં વકીલોને લગતી અને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટને અલગ અલગ પ્રવળતિમાં પોતાને સોપેલ જવાબદારી સફળતા પુર્વક નિભાવે છે. જેમાં મુખ્‍યત્‍વે દરેક સમાજના વકીલો માટે બે વર્ષથી વધુ ચાલેલ કાયદાકિય નોલેજ શેરીંગ સેન્‍ટર અને ચાર વખત મોટા લીગલ સેમીનારમાં પોતાનું મોટુ યોગદાન આપેલ છે. તેમજ તેઓ બેન્‍કોમાં પેનલ એડવોકેટ અને વિવિધ સામાજીક સેવાકિય સંસ્‍થામાં પોતાની સેવા આપી રહ્યા છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

ડાકા અનિલ બી. ક્રમ નં. ૩

તેઓએ વકીલાતની શરૂઆત ફોજદારી, રેવન્‍યુ અને સીવીલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી સંજયકુમાર ભંડેરી સાથે કરેલી. તેમજ તેઓ ફેમીલી કોર્ટમાં લીગલ એડવોકેટ તરીક સેવા આપે છે. તેઓ યુગ ફાઉન્‍ડેશનમાં થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્‍પ, વિના મુલ્‍યે મેડીકલ સાધનો આપવા, જરૂરીયાતમંદ લોકોને ચીજવસ્‍તુઓનું વિતરણ જેવી સેવાક્રિય પ્રવળતિમાં પોતાનું યોગદાન આપેલ છે. તેમજ તેઓ અન્‍ય સેવાક્રિય સંસ્‍થામાં પોતાની સેવા આપે છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

ડોબરીયા હિરેન પી. ક્રમ નં. ૬

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી લલીતસિંહ શાહી અને શ્રી સુરેશ ફળદુ સાથે કરેલી. તેઓ રાજકોટ બાર એસો.માં અગાઉ કારોબરી સભ્‍ય તરીકે સેવા આપી વકીલોના પત્રમાં પોતાનું યોગદાન આપેલ છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

હેરંજા હુશેન એમ. ક્રમ નં. ૮

તેઓએ વકીલાતની શરૂઆત રેવન્‍યુ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી ઇકબાલ લિંગડીયા સાથે કરેલી. હાલ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના ધારાશાષાી રૂપરાજસિંહ પરમાર સાથે ક્રિમીનલ ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે. તેઓએ જુની કોર્ટમાંથી નવી કોર્ટમાં સ્‍થળાંતર થયા ત્‍યારે લાયબ્રેરી અને બારને લગતી તમામ વસ્‍તુની ગોઠવણમાં હોદા વગર માત્ર સભ્‍ય તરીકે નિસ્‍વાર્થ પોતાનું યોગદાન આપેલ છે. તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ, રાજકોટમાં સક્રિય કામગીરી કરી રહેલ છે. તેમજ તેઓના અને અન્‍ય સમાજમાં સામાજીક તથા શૈક્ષણીક સંસ્‍થાઓમાં સેવા આપી રહેલ છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

કવાડ સંજયકુમાર એન.

ક્રમ નં. ૧૦

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ, સીવીલ, કોર્પોરેટ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી એચ.સી. સાયાણી તથા શ્રી એમ.એચ.સાયાણી સાથે કરેલી. તેઓ જન અધિકાર મંચમાં જીલ્લા સહકન્‍વીનર (લીગલ સમીતી, રાજકોટ) તરીકે સેવા આપેલ છે. તેમજ તેઓ ઘણી બેન્‍કોમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

પુંઘેરા મહેશ એન. ક્રમ નં. ૧૫

તેઓએ ફોજદારી, સીવીલ, રેવન્‍યુ, એમ.એ.સી.પી. ક્ષેત્રે પોતાની વકીલાત કરે છે. તેઓ ડીએલએસએ, રાજકોટમાં પેનલ એડવોકેટ તરીકે પોતાની સેવા આપે છે. તેમજ તેઓ એબીવીપી અને તેઓના સમાજની સામાજીક સંસ્‍થાઓમાં સક્રિય કામગીરીઓ કરેલ છે. તેમજ તેઓ રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશનમાં કારોબારી તરીકે રહી ચુકેલ છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી પોતાની સેવા આપવા ઇચ્‍છા દર્શાવી તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

રાજાણી કિશન એસ.

ક્રમ નં.૧૬

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ, સીવીલ, એમ.એ.સી.પી તથા રેવન્‍યુ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી કાંતીલાલ ભુપતાણી સાહેબ સાથે કરેલી. તેમજ તઓએ અગાઉ જુની કોર્ટમાં કોરોના કાળ દરમ્‍યાન લાયબ્રેરી તથા દરેક બારરૂમ, લોબી તથા કોર્ટ કમ્‍પાઉન્‍ડ સાફ સફાઈ અને રીનોવેશન અને રાશન કીટ વિતરણમાં હોદા વગર નિસ્‍વાર્થ સેવા આપેલ હતી. ત્‍યારબાદ તેઓ રાજકોટ બાર એસો.માં કારોબરી સભ્‍ય તરીકે સેવા આપી વકીલોના પશ્‍નમાં પોતાનું યોગદાન આપેલ છે.

શુકલા નિલ વાય ક્રમ નં. ૧૯

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ ક્ષેત્રમાં ભુતપુર્વ રાજયસભાના સાંસદ અને સીનીયર વકીલ સ્‍વ. શ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે કરેલી. તેમજ તેઓના પિતાશ્રી યોગેશભાઈ શુકલા પણ વકીલાત ક્ષેત્રે સંકળાયેલ છે. તેમજ તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણીક સંસ્‍થાઓમાં સેવા આપી રહેલ છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરી અને પોતે કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી કામકરતી પેનલના લોકો સાથે તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

વ્‍યાસ ચિત્રાંક એસ.

ક્રમ નં. ૨૫

તેઓએ વકીલાતની શરૂઆત ક્રિમીનલ ક્ષેત્રમાં સીનીયર વકીલ શ્રી પિયુશ શાહ તથા શ્રી અશ્વીન ગોસાઇ સાહેબ સાથે કરેલી. તેમજ તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણીક સંસ્‍થાઓમાં સેવા આપી રહેલ છે. તેમજ હાલ તેઓ કાર્યદક્ષ પેનલના મહતમ ઉમેદવારોએ ભુતકાળમાં રાજકોટ બાર એસો.માં કરેલ કામગીરી અને પોતે કરેલ કામગીરીને ધ્‍યાનમાં રાખી કામકરતી પેનલના લોકો સાથે તેઓએ કારોબારી સભ્‍ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

કાર્યદક્ષ પેનલમાં વધુમાં વધુ ઉમેદવારોએ રાજકોટ બાર એસોસીએશનમાં ભુતકાળમાં હોદા ઉપર રહી અને હોદા વગર વકીલોના કલ્‍યાણ માટે અનેક કામગીરીઓ કરેલ છે. તેમજ ભુતકાળમાં જે ઉમેદવારોએ કામગીરી કરેલ છે તે ધ્‍યાનમાં રાખી અમુક ઉમેદવારોએ રાજકોટ બાર એસોસીએશનમાં કામ કરવાની ઇચ્‍છા દર્શાવી કાર્યદક્ષ પેનલમાં જોડાઈ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. જેથી આવી કામગીરીને ધ્‍યાનમાં રાખી તમામ ઉમેદવારોએ તેમની પેનલ બનાવી રાજકોટ બાર એસોસીએશનમાં વધુ સારા કલ્‍યાણકારી કાર્યો કરવા માટે આગામી ચુંટણીમાં કાર્યદક્ષ પેનલ બનાવેલ છે. આમ ઉપરોકત તમામ ઉમેદવારોની કામગીરીને ધ્‍યાનમાં લઇ કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢવા રાજકોટ બાર એસોસીએશનના તમામ મતદારોને નમ્ર અપીલ કરવામાં આવે છે.

(2:42 PM IST)