<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલ એટલે સેવા ક્ષેત્રનો ચમત્‍કારઃ ઋષિકેશ પટેલ

આ હોસ્‍પિટલના વિસ્‍તરણ પછી માત્ર ભારતમાં જ નહિં પણ બીજા આફ્રિકન દેશો માટે પણ સારવાર શકય બનશે: આરોગ્‍યમંત્રીએ ભારતના ૬ રાજયના ૧૮ બાળકોને ડિસ્‍ચાર્જ અને આર્શીવાદ આપ્‍યા હતા. આ બાળકોને શ્રી સત્‍ય સાઈ હોસ્‍પિટલ અમદાવાદ દ્વારા વિનામૂલ્‍યે ઓપરેશન કરીને એક નવુ જીવન આપવામાં આવ્‍યુ છે. : હું ઈચ્‍છુ છુ કે ગુજરાતના હૃદયરોગનો ભોગ બનેલા ગુજરાતના વધુ ને વધુ બાળદર્દીઓ પણ આ સેવા થકી નવજીવન પામેઃ ઋષિકેશ પટેલ, આરોગ્‍યમંત્રી હોસ્‍પિટલની સેવા વિશે જણાવ્‍યુ કે આ હોસ્‍પિટલમાં ભગવાનના આર્શીવાદ સિવાય કોઈપણ પગ મૂકી શકતુ નથી એવી મારી દૃઢ શ્રદ્ધા અને અનુભવ છેઃ કમલ ત્રિવેદી, એડવોકેટ જનરલ ગુજરાત અમને જરૂરીયાતમંદ બાળકોની સેવા કરવાની તક મળી તેનો અમે ભગવાનનો આભાર માનીએ છીએઃ કંચનભાઈ પટેલ, કેબીઝવેરી શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલના હૃદયરોગથી પીડિત બાળદર્દીઓ સાથે સમય વિતાવ્‍યો તે મારા માટે સૌથી યાદગાર દિવસ રહેશેઃ દુષ્‍યંતભાઈ, સંયોજક ભાજપ આ હોસ્‍પિટલના વિસ્‍તરણ પછી માત્ર ભારતમાં જ નહિં પણ બીજા આફ્રિકન દેશો માટે પણ સારવાર શકય બનશેઃ મનોજ ભીમાણી-ટ્રસ્‍ટી, શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ

રાજકોટ : ‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદે તાજેતરમાં સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સેવાયજ્ઞને બિરદાવવા માટે આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ - ગુજરાત હાઈકોર્ટના શ્રી કમલ ત્રિવેદીહોસ્‍પિટલ ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે હોસ્‍પિટલના દરેક વોર્ડની ને પરીસરની મુલાકાત લીધી હતી. તેઓ હોસ્‍પિટલની કામગીરીથી પ્રભાવિત થયા હતા. વર્તમાન સમયે હૃદયરોગના જે ઓપરેશન દોઢ થી બે લાખ રૂપિયામાં થાય છે તેવા ઓપરેશન શ્રિ સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ દ્વારા વિનામૂલ્‍યે કરવામાં આવે છે.

આ હોસ્‍પિટલમાં ગુજરાત ઉપરાંત ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ જેવા વિવિધ રાજયોમાંથી બાળ દર્દીઓ વિનામૂલ્‍યે સર્જરી કરાવવા આવે છે. હોસ્‍પિટલના સાતમા વર્ષના પ્રવેશ પ્રસંગે શ્રી ઋષિકેશ પટેલે ઉમદા વકતવ્‍ય આપ્‍યુ હતું. જેના અંશો અહીં રજૂ કર્યા છે. શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલમાં નાની બાળકોની હાર્ટ સર્જરી થાય છે અને એ પણ બીલ વગર આ જ કારણે આ હોસ્‍પિટલને નામ મળ્‍યુ છે.

‘દિલ વિધાઉટ બીલ'. જે એકદમ સાર્થક છે. રાજકોટ અને અમદાવાદ બંનેની શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલ વિશે મેં ઘણું સાંભળ્‍યુ હતુેં શ્રી દુષ્‍યંતભાઈ પાસેથી પણ વાત સાંભળી હતી. મનોજભાઈ સાથે તો એક બે વખત મને મીટીંગ પણ કરાવી પરંતુ મેં કલ્‍પ્‍યુ ન હતું કે આ બંને હોસ્‍પિટલોનું વાતાવરણ આટલુ સુંદર અને સ્‍વચ્‍છ છે.

એકદમ કુદરતી વાતાવરણ અને પર્યાવરણનો સુભગ સમન્‍વય છે. આ વાતાવરણને સુંદર અને નિર્મળ બનાવવાનું કામ કરે છે. અહિંની સ્‍વચ્‍છતા સત્‍ય સાઈ બાબાના ઘણા ચમત્‍કાર જોયા છે. આ હોસ્‍પિટલો પણ એક ચમત્‍કાર છે. સ્‍વાભાવિક પણે કંઈ પણ નાની મોટી વ્‍યકિતગત સેવા અથવા વ્‍યકિતગત કોઈને મદદ કરવી એવુ ઘણુ જોયુ છે. પરંતુ બહોળા સ્‍તરે બહુ મોટા પ્‍લેટફોર્મ દ્વારા સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત કહેવાય. એક ચમત્‍કાર કહેવાય.

સમાજની સેવા કરવાનું પ્‍લેટફોર્મ મનોજભાઈને મળ્‍યુ છે. શ્રેષ્‍ઠ પરિણામ તા.૧૪ના રોજ ગુજરાત રાજયના આરોગ્‍યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદની શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલની ખાસ મુલાકાત લીધી. આ હોસ્‍પિટલે ૭મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. છેલ્લા ૬ વર્ષમાં ભારતના અલગ અલગ રાજયોમાં હૃદયરોગથી પીડિત દર્દીઓને વિનામૂલ્‍યે સારવાર આપીને સેવાનું ખૂબ જ ઉમદા ઉદાહરણ આપ્‍યુ છે. આ હોસ્‍પિટલમાં અત્‍યાર સુધી ૧૦ હજાર જેટલા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે હૃદયના ઓપરેશન કરવામાં આવ્‍યા છે. આ ખાસ પ્રસંગે ગુજરાત રાજયના આરોગ્‍યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે તેમની મુલાકાત દરમિયાન જણાવ્‍યુ હતું કેઆ હોસ્‍પિટલ ખરેખર એક સેવાનું મંદિર છે. સેવાભાવથી જોડાયેલા લોકો જયારે કોઈ પ્રવૃત્તિ કરે ત્‍યારે તેનું કેટલુ આકર્ષક પરિણામ અને પવિત્ર - પ્રયાસ પરિણામ મળે એ અહિંયા આપણને જોવા મળે છે. આ સેવાયજ્ઞનું વિસ્‍તરણ કરવામાં આવી રહ્યુ છે.

જેમાં આશરે ચોસઠ કરોડના ખર્ચે અમદાવાદમાં નવા ૬ ઓપરેશન થિયેટર, નર્સીંગ કોલેજ અને રાજકોટમાં ૪ ઓપરેશન થીએટર અને આઈસીસીયુનું નિર્માણકાર્ય થઈ રહ્યુ છે. આ સેવાકાર્યના વિસ્‍તરણને આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ નિહાળ્‍યુ હતું. આ પ્રસંગે ગુજરાત રાજયના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે હોસ્‍પિટલની સેવા વિશે જણાવ્‍યુ કે આ હોસ્‍પિટલમાં ભગવાનના આર્શીવાદ સિવાય કોઈપણ પગ મૂકી શકતુ નથી એવી મારી દૃઢ શ્રદ્ધા અને અનુભવ છે.

(2:38 PM IST)