તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
સિવિલ હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા પ્રોઢની લાશ મળી
વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૮: સિવિલ હોસ્પિટલ ચોક એસબીઆઇ નજીક અજાણ્યા આશરે ૫૦થી ૫૫ વર્ષના પ્રૈઢ તા. ૧૭ના રોજ બેભાન મળતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબ ભાવીકાબેને આ પ્રોૈઢને મૃત જાહેર કરતાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. ડી. ડાંગીએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક પ્રોૈઢે કાળુ જેકેટ પહેર્યુ છે અંદર લાલ ટી-શર્ટ તથા નીચે લા પટ્ટાવાળા બ્લુ કલરનું ટ્રેક પહેર્યુ છે. તેની દાઢીમાં સફેદ-કાળા વાળ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો એ-ડિવીઝન પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૩૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. બિમારીથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.
(11:47 AM IST)










