News of Wednesday, 18th December 2024
માલિયાસણના રામાભાઇ રાઠોડનું હૃદય બેસી જતાં મોત
ફુલ વેંચવા સાથે છુટક મજૂરી કરતાં પ્રોૈઢ સાંજે ઝૂપડામાં ઢળી પડયા બાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ એક બનાવમાં એક પ્રોૈઢનું હૃદય બેસી ગયું હતું. કુવાડવા રોડ પર માલિયાસણ બાયપાસ પાસે ઝૂપડામાં પરિવાર સાથે રહેતાં રામાભાઇ વીરાભાઇ રાઠોડ (ઉ.વ.૫૭) સાંજે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટૂંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનારા રામાભાઇ છુટક ફુલ વેંચવા સાથે મજૂરી કરતાં હતાં. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. રામાભાઇને હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
(11:14 AM IST)










