તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th December 2024
યુએલસી તથા અન્ય સરકારી ફાજલ જમીનનો સર્વે પૂરો ૩૦૦ થી વધુ ખૂલ્લા પ્લોટસઃ ફેન્શીંગ કરી લેવા આદેશો
કલેકટરે નવો પરીપત્ર બહાર પાડી ૮ દિ' માં કામ પૂર્ણ કરવા મામલતદારો પ્રાંત અધીકારીઓને સુચના આપી

રાજકોટ તા. ૧૭: શહેરમાં ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જિલ્લાના તમામપ્રાંત અધિકારીઓ અને મામલતદારો પાસે ફાજલ થયેલ જમીનની નિયમ કરેલ પત્રકે એક અને પત્રક પાંચ પૈકીની બે તથા ત્રણ ભાગમાં એક થી ત્રણ ની માહિતી ૧૯૬૦ થી લઈ નવેમ્બર ૨૦૨૪ સુધીની જમીન વિગતો બે દિવસમાં મોકલવા માટે આદેશો કર્યા બાદ, ફાજલ જમીન પર તાત્કાલિક ફેન્સીંગ કરવા મામલતદારો અને પ્રાંત અધિકારીને આજ નવા આદેશની સૂચના આપી છે.
. મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા ગઈકાલે કલેકટરને ફાજલ જમીનોના રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે ત્યારબાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક મામલતદારો તેમજ પ્રાંત અધિકારીઓને ફાજલ રહેલી જમીનને તાત્કાલિક ફેન્સીગ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને અઠવાડિયાની અંદર જ કામ પૂર્ણ કરી રિપોર્ટ કરવા તાકિદ કરાઇ છે.
સૂત્રો મળતી માહિતી અનુસાર ં જિલ્લામાં ૩૦૦ જેટલા ફાજલ જમીનના પ્લોટો ખાલી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને તાત્કાલિક ફેન્સીગ કરવા માટે કલેકટર દ્વારા આદેશો કરાયા છે.
(4:34 PM IST)










