<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ફરી બદલીનો ઘાણવો કાઢતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા: રાજકોટ શહેરના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી

શહેરમાં ફરીથી પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલીનો ખાણો નીકળ્યો છે જાણવા મળે મુજબ શહેર પોલીસ કમિશનર કુમાર જાય શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમાં ફરજ બજાવતા પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ટ્રાફિક બ્રાન્ચ, એરપોર્ટ પોલીસ સ્ટેશન અને લીવ રિઝર્વ પીઆઇની બદલીનો સમાવેશ થાય છે.

 જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જી.વસાવાને ટ્રાફિકમાં મુકાયા છે. જ્યારે ટ્રાફિકના પીઆઇ આઇ.એન.સાવલીયા મેડમને એરપોર્ટ પોલીસ મથકમાં ચાર્જ સોપાયો છે. ટ્રાફિક શાખાના પીઆઈ  એસ.આર.મેઘાણીને લીવ રિઝર્વમાં બદલવામાં આવ્યા છે. તેમજ રીડર શાખાના પીઆઈ એચ.એન.પટેલને યુનિવર્સિટી પોલીસ મથકમાં મુકાયા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ.ગામીતની ટ્રાફિક શાખામાં બદલી થયાનું જાણવા મળે છે.

(8:32 PM IST)