<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વોર્ડ નં.૧૧માં ખાડા ખબચડામાંથી મુકિતઃ ડામર કામનો પ્રારંભ

 

 

રાજકોટઃ  શહેરના  વોર્ડ નં.૧૧માં ‘એક્‍શન પ્‍લાન' હેઠળ સ્‍વ.પોપટભાઈ પટેલ(ફિલ્‍ડમાર્શલ) પાર્ક વાળો રોડ, મોદી સ્‍કુલવાળી શેરી, વેદાંત એપાર્ટમેન્‍ટ સામે, અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં વર્ષઃ૨૦૨૪-૨૫ના ‘એક્‍શન પ્‍લાન' હેઠળ રૂ.૯૭ લાખના ખર્ચે ડામર કરવાના કામના ખાતમુહૂર્ત મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું.આ કામમાં સ્‍વ.પોપટભાઈ પટેલ(ફિલ્‍ડમાર્શલ) પાર્ક વાળો રોડ, મોદી સ્‍કુલવાળી શેરી, વેદાંત એપાર્ટમેન્‍ટ સામે, અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં ડામર કામ થવાથી વિસ્‍તારના રહેવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્‍તિ મળશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,  શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, કોર્પોરેટર વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી વિનોદભાઈ ઇસોટીયા, મુળુભાઈ ઓડેદરા, વોર્ડ નં.૧૩ના પ્રભારી પ્રવિણભાઈ પાઘડાર, અગ્રણી રસિકભાઈ મૂંગરા, અંકુરભાઇ ધામેલીયા, મોહિતભાઈ ઘોડાસરા, જીતુભાઈ ધામેલિયા, સુરેશભાઈ ઝીન્‍ઝુંવાડીયા, નિખીલભાઈ શિશાંગિયા, હિરેનભાઈ મૂંગપરા, હિતેશભાઈ મુંગરા, રમણીકભાઈ મણવર, બાવનજીભાઈ કોઠીયા, પ્રકાશભાઈ મોરડ, ગોવિંદભાઈ વિરડીયા, ધીરૂભાઈ ઘાડીયા, જેન્‍તીભાઈ મેઘાણી, પ્રવિણભાઈ કાવઠીયા, ધિરેનભાઈ કરગથરા, રાધિકાબેન ગીણોયા, વેલભાઈ ગમારા, કિશનભાઈ જોગસ્‍વા, રતિભાઈ લાડાણી, દિનેશભાઈ ચાપાણી, ક્રિષ્‍ના ગુપ્તા, ફર્નાન્‍ડીઝભાઈ પાડલીયા, હરીભાઈ કલોલા, યોગેશભાઈ કાલરીયા, ધર્મેશભાઈ સોલંકી, નિકુંજભાઈ સાવલીયા તથા બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ હતા. 

(4:00 PM IST)