<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વધારો...વધારો...વધારો..: પ્રિમીયમનો બોજો, પેઇડ એફએસઆઇની રકમમાં અસહ્ય વધારો, સ્‍ટેમ્‍પ ડયુટી-જીએસટીમાં વધારોઃ સહન કેમ થાય?

જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચોઃ બિલ્‍ડર એસો. દ્વારા પટેલ સરકાર સમક્ષ પોકાર કરાશે

રાજકોટ : દેશની અર્થવ્‍યવસ્‍થામાં પટેલ સરકારને મહત્‍વના ભાગનું યોગદાન આપતો બાંધકામ ઉદ્યોગ છેલ્લા ઘણા મહીનાથી અગમ્‍ય કારણોસર અને વચ્‍ચે ઉભી થયેલી અડચણને લીધે મૃતઃપાય અવસ્‍થામાં આવી ગયેલ છે. બિલ્‍ડરના બિઝનેસને અનેક મુદ્દાઓથી આવી પરિસ્‍થિતિ ઉભી થઇ છે. જેમાં મુખ્‍યત્‍વે જંત્રીનો અવાસ્‍તવિક અસહ્ય વધારો કે જેને લીધે  બાંધકામ ઉદ્યોગ આજે મૃતઃપાય  અવસ્‍થામાં જઇ રહયો છે. જે જંત્રીનો વધારો કોઇ પણ સંજોગોમાં સ્‍વીકાર્ય થઇ શકે તેમ નથી. જંત્રીને લીધે નવી શરતની જમીન બીનખેતી કરવા માટે ભરવુ પડતું પ્રિમીયમનો બોજો, નવી જંત્રીને લીધે પેઇડ એફ.એસ.આઇ.ની રકમમાં આવતો અસહ્ય વધારો, દસ્‍તાવેજ માટે ભરવા પાત્ર સ્‍ટેમ્‍પ ડયુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્‍ય નાગરીકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફલેટ અથવા તો ટેનામેન્‍ટની કિંમત ઉપર સીધી જ પડે છે તેમ રાજકોટ બિલ્‍ડર એસો.ના પ્રમુખ અને ભાજપના પાટીદાર આગેવાન શ્રી પરેશ ગજેરા અને ટીમ આર.બી.એ.એ જણાવ્‍યું છે.

તેમના કહેવા મુજબ પ્‍લાન પાસ કરવા માટે જરૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટીફીકેટ માટે જરૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્‍કીમ હેઠળ લાગુ પડતી ૪૦ ટકાની કપાત, કોઇ અગમ્‍ય કારણોસર રાજકોટમાંનવા પેન તેમજ કંપલીશન સર્ટીફીકેટ લાંબા સમયથી આપવામાં આવતા નથી. આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે અને યોગ્‍ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે તેમ શ્રી પરેશ ગજેરા જણાવે છે.

(4:08 PM IST)