તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
વિદેશી દારૂના ગુનામાં સામેલ મહેન્દ્ર ઉર્ફે સોમકુ પાસામાં ધકેલાયો
પીસીબીની ટીમે વોરંટની બજવણી કરી નાની મોલડીના શખ્સને સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ, તા. ૦પઃ શહેરીના અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં સામેલ ચોટીલાના નાની મોલડી ગામના શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના ક્રાઇમ બ્રાંચ અને બી-ડીવીઝન પોલીસ મથકમાં વિદેશીદારૂના ત્રણ ગુનામાં સામેલ મહેન્દ્ર ઉર્ફે સોમકુ ગભરૂભાઇ ભગત (ઉ.વ. ર૩) (રહે. નાની મોલડી ગામ, તા. ચોટીલા) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમીશ્નરશ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા પીસીબી શાખાના પી.એસ.આઇ. એમ. જે. હુણ સહિતના સ્ટાફે નાની મોલડીના મહેન્દ્ર ઉર્ફે સોમકુની પાસ હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવાયો છે.
આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા તથા પીએસઆઇ. એમ. જે. હુણ, એ. એસ. આઇ., મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિલપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(3:37 PM IST)










