News of Thursday, 5th December 2024
શાકભાજી લેવા નીકળેલા ૧૮ વર્ષના કિશનનું ‘હિટ એન્ડ રન'માં મોત
જેતપુર જીઆઇડીસીનો બનાવઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૫: જેતપુર જીઆઇડીસીમાં રહેતો કિશન રાધેશ્યામ યાદવ (ઉ.વ.૧૮) તા. ૩ના બપોરે સાડા ત્રણેક વાગ્યે જેતપુર ધારેશ્વર જીઆઇડીસી બરવાળા રેસ્ટોરન્ટ પાસે સાઇકલ હંકારીને જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને ઉલાળી દેતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હિટ એન્ડ રનની આ ઘટનામાં મોતને ભેટેલો કિશન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે સાડીના કારખાનામાં મજૂરી કરતો હતો. તેના પિતા છુટક કામ કરે છે. પોતે શાકભાજી લેવા નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો હતો.
(3:34 PM IST)










