તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
અયોધ્યા ચોક નજીક એકસીસ બેંક વાળી મિલ્કત સહિત ૯ સીલઃ કુલ ૩ર લાખનો બાકી વેરો વસુલાયો
મનપાની વેરા શાખાનો સપાટોઃ ૮ને જપ્તી નોટીસઃ એક મિલ્કત પાણી વિહોણી

રાજકોટ તા. પ :.. શહેરના મિલ્કત વેરા બાકીદારો ઉપર મનપા દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આજે ૯ મિલ્કતોને સીલ કરી ૮ ને જપ્તી નોટીસ આપવામાં આવી હતી. ૧ નળ કપાત સાથે કુલ રૂા. ૩ર લાખથી વધુની વસુલાત કરવામાં આવી હતી.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાનાં કમિશનર દેવાંગ દેસાઈની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત
વોર્ડ નં. ૪માં મોરબી રોડ પર હર્ષ આર્કેડમાં ઇવોલ્યુશન એકેડેમી શોપ નં. ર૦૧ ને સીલ મારેલ.
વોર્ડ નં-૭માં પંચનાથ રોડ પર આવેલ સર્વોતમ એપાર્ટમેન્ટ થર્ડ ફલોર શોપ નં. ૪૦રને સીલ મારેલ.
વોર્ડ નં. ૧૪માં નીલવ સવસરાય સોસાયટીમાં શેરી નં. ૪માં ૧ -યુનિટને સીલ મારેલ.
જયારે વોર્ડ નં-૧૫ ભાગ્યલક્ષ્મી ઔદ્યોગિક વિસ્તારમાં ર-યુનીટને નોટીસ આપેલ.
આજરોજ બપોરે ૧ કલાક સુધી માં ૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૮ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૧ -નળ કનેકશન કપાત કરી રૂા. ૩ર.૦૯ લાખ રીકવરી કરે છે.
(3:24 PM IST)










