News of Thursday, 5th December 2024
પીસીબીના દારૃના ત્રણ દરોડાઃ મહિલા સહિત ત્રણ પકડાયા, એકનું નામ ખુલ્યું
ચુનારાવાડ, વિરાણી અઘાટ અને કોઠારીયામાંથી બોટલો, ચપલાનો જથ્થો અને એક કાર મળી ૩.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજકોટઃ શહેરમાં દારૃની બદ્દી દૂર કરવા પીસીબીની ટીમે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૃ પકડી લીધો હતો. ચુનારાવાડ-૩માંથી મીના વિજય રાઠોડને રૃા. ૨૬૦૦ના બેગપાઇપરના ૧૮૦ એમએલના ૨૬ ચપલા સાથે પકડી હતી. બોલબાલા રોડ પર વિરાણી અઘાટ નજીક બાલાજી ફ્રીઝ પાછળ દૂકાનમાં અને સામેના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી વિનોદનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ફારૃક મજીભાઇ સાંજીને રૃા. ૧૯૨૦૦ના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૧૯૨ ચપલા સાથે પકડી લેવાયો હતો. જ્યારે જગદીશ દલાભાઇ પરમાર ભાગી ગયો હતો. ત્રીજા દરોડામાં કોઠારીયા ગામ પાણીના ટાંકા સામેની શેરીમાંથી ભીમા મેરાભાઇ મીરને રૃા. ૩૩૬૦૦ના ૬૦ બોટલ નંબર વન વ્હીસ્કી, રૃા. ૧૪૮૦૬ની રોયલ સ્ટેગની ૨૨ બોટલ સાથે પકડી જીજે૦૩જેઆર-૮૨૮૧ નંબરની કાર મળી કુલ ૩,૪૮,૪૬૬નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૃ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજય મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.
(3:51 PM IST)










