<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વડાપ્રધાન સ્‍વામિત્‍વ યોજનાઃ રાજકોટ જીલ્લામાં ૪૪ર ગામોને પ્રોપર્ટી કાર્ડ અપાયા

ર વર્ષમાં DILR દ્વારા જબરી કામગીરીઃ ગામતળમાં આવતા પ૦ હજાર મકાનોને આવરી લેતું તંત્ર : કલેકટરને રીપોર્ટ કરતું DILR: બેઠકમાં પણ આ પ્રશ્‍ન ચર્ચાયેલ

રાજકોટ તા. પઃ કેન્‍દ્ર સરકારની અત્‍યંત મહત્‍વની એવી વડાપ્રધાન સ્‍વામિત્‍વ યોજના કે જેમાં ફાઇનલ ગામ તળમાં આવેલા મકાનોને માટે પ્રોપર્ટી કાર્ડ ઇસ્‍યું કરવાનો આદેશ છે, તે અત્‍યંત મહત્‍વની યોજના ૧ાા થી ર વર્ષ પહેલા લાગુ કરાઇ, અને તેમાં રાજકોટ DILR કચેરીએ માત્ર ૧ાા વર્ષના ગાળામાં સુપર ફાસ્‍ટ કામગીરી હજારો મકાનોના પ્રોપર્ટી કાર્ડ જે તે ગામના લોકોને ઇસ્‍યુ કરી દીધાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન સ્‍વામિત્‍વ યોજનામાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્‍યુ થતા ગામડાના લોકોને પોતાના મકાનની એક મહત્‍વની આગવી ઓળખ મળી છે, રાજકોટ જીલ્લો હાલ સમગ્ર ગુજરાતમાં નંબર વન રહ્યો છે, મુખ્‍ય DILR અધીકારીશ્રી પટેલે પોતાના સર્વેયરોની ૩પ થી વધુ ટીમો બનાવી ધડાધડ કાર્ડ ઇસ્‍યુ કરી દેતા ગ્રામ્‍ય પ્રજામાં હાશકારો છવાયો છે.

અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જીલ્લામાં છેલ્લા ૧ાા થી ર વર્ષમાં ૪૪ર ગામો પૂર્ણ કરી લેવાયા છે, આ ગામોના ગામતળ હેઠળ આવતા કુલ પ૦ હજાર મકાનોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્‍યુ કરી દેવાયા છે, હવે માત્ર ૧રપ ગામોમાં કામ બાકી રહે છે, જે પણ ઝડપી પૂર્ણ કરી લેવાશે, ૪૪ર ગામોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્‍યુ કરી લેવા બાબતે ડીઆઇએલ આર. દ્વારા રાજકોટ કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, તાજેતરમાં કલેકટરના અધ્‍યક્ષપદે મળેલ મીટીંગમાં પણ આ પ્રશ્‍ન ચર્ચાઓ હતો, તેમ કલેકટર કચેરીના ટોચના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(2:59 PM IST)