તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
રૂખડીયાપરામાં સંજય સોલંકીએ ફાંસો ખાધોઃ પત્નિએ જીવ બચાવી લીધો
યુવાન સારવાર હેઠળઃ બેભાન હોઇ કારણ અકળ

રાજકોટ તા. ૫: રૂખડીયાપરામાં રામાપીરના મંદિર પાસે રહેતાં સંજયભાઇ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાને સાંજે ઉપરના રૂમમાં જાય છે તેમ કહીને ઉપર ગયા બાદ મોડે સુધી પાછો ન આવતાં પત્નિ સોનુબેન જોવા જતાં પતિ લટકતો મળતાં દેકારો મચાવી દીધો હતો. લોકો ભેગા થઇ જતાં દોરી કાપી સંજયભાઇને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
સંજયભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટો છે. સંતાનમાં એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કરે છે. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો જાણતા ન હોઇ તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પ્ર.નગરમાં જાણ કરી હતી.
(2:55 PM IST)










