તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
કોલેજોએ માન્યતાવાળા પ્રોફેસરોની નિમણુંક કરવી અન્યથા નવા વર્ષથી છાત્રોને પ્રવેશની મંજુરી નહી
૩૧ માર્ચ-ર૦રપ સુધીમાં કોલેજોએ ફાયર NOC-BUP મેળવી લેવા તાકીદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પ્રથમ એકેડેમીક કાઉન્સીલની બેઠક મળી

રાજકોટ, તા. ૦પઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની અઢી વર્ષ બાદ એકેડેમીક કાઉન્સીલની બેઠક નવા નિયમો મુજબ મળી. ૮૦ માંથી માત્ર ૩પ સભ્યો હાજર રહયા હતા. શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલની બેઠક ગઇકાલે મળેલ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ કન્વેશનલ યુનિવર્સિટીઓ માટેના નવા એક્ટ અને સ્ટેચ્યુટ અમલમાં આવ્યા તે પછી ની આ પ્રથમ એ.સી. બેઠક મળેલ કુલ ૫૧૭ બાબતો સાથેની આ એસી માં જોડાણ વિભાગ, એકેડેમિક વિભાગ, પરીક્ષા વિભાગને લગતી અગત્યની બાબતો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. નવા, કાયમી, ચાલુ, વધારાના જોડાણ માટે તેમજ એકેડેમિક બાબતો પરત્વે કુલપતિશ્રી દ્વારા આપવામાં આવેલ બહાલી અને અન્ય વિચારણા ની બાબતો પર સભ્યશ્રીઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ. જેમાં કાઉન્સિલનો અભ્યાસક્રમ હોય તો કાઉન્સિલની માન્યતા મેળવવાની રહેશે. દરેક સલગ્ન સંસ્થાઓમાં માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની નિમણુક કરવી ફરજીયાત રહેશે અન્યથા વર્ષ ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થી પ્રવેશની મંજુરી આપવામાં આવશે નહિ. શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની યાદી સંસ્થાએ જોડાણ વિભાગમાં તા.૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે. દરેક સંસ્થાઓએ તા.૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં ફાયર એન.ઓ.સી., બી.યુ.પી. સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. સ્ટેચ્યુટ ની જોગવાઈ મુજબ દરેક સંસ્થાઓએ NAAC એક્રેડિટેશન ફરજીયાત મેળવવાનું રહેશે. સંલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજો શરુ કરવા માટે જે જોડાણની બાબત વિચારણામાં છે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિચારણા કરવાની થાય છે તેવી દરખાસ્તોની બોર્ડ ઓફ ડીન્સ મારફત સ્ક્રુટીની કરી ત્યારબાદ એ.સી.માં રજુ કરવી. સલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજોને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ માટે કુલપતિશ્રી દ્વારા બહાલીની અપેક્ષાએ ભલામણ કરવામાં આવેલ છે તેવી કોલેજોને બહાલી આપવામાં આવેલ. સરકારી કોલેજો સ્ટેચ્યુટ તથા સરકારશ્રીના નોર્મ્સ મુજબ સ્ટાફ, માળખાકીય સુવિધાઓ ધરાવતી હોય તો કાયમી જોડાણ આપવા કાર્યવાહી હાથ ધરવી ઉપરાંત સ્વનિર્ભર કોલેજોને કાયમી જોડાણને બદલે હાલ ચાલુ જોડાણ આપવું તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ માટે જે સ્વનિર્ભર કોલેજોએ કાયમી જોડાણ માટે દરખાસ્ત કરેલ છે તેવી કોલેજોની દરખાસ્ત પરત્વે સ્ટેચ્યુટ મુજબ કાર્યવાહી હાથ ધરવી. કુલપતિશ્રી દ્વારા વિવિધ અભ્યાસક્રમો તથા તેને આનુસંગિક બાબતોને બહાલીની અપેક્ષાએ મંજુરી આપવામાં આવેલ છે તેવી બાબતોને બહાલી આપવામાં આવી. ચાલુ, વધારાના જોડાણની બાબતોને બહાલી આપવામાં આવેલ. કોમન એક્ટની જોગવાઈ મુજબ એકસ્ટર્નલ અભ્યાસક્રમો શરુ કરવા ભલામણ કરવામાં આવી. શ્રી વિશ્વભાષા અને સાહિત્ય પરિષદ, ધારી સંચાલિત શ્રી વર્ણીરાજ આર્ટસ અને કોમર્સ કોલેજ, ધારી (હાલ-બાબરા) ના ટ્રસ્ટ તરફથી અગાઉ રજુ કરવામાં આવેલ બોગસ દસ્તાવેજ બાબતે સમિતિનો આવેલ અહેવાલ પરત્વે કાયદાકીય માર્ગદર્શન મેળવવા કાયદાકીય સમિતિની રચના કરવી.
(2:30 PM IST)










