તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
૧૦ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૩ ફરીયાદીને રૂ.૧૦,૦૦,૦૦૦/- આપવાના થતા હતા જે પેટે આરોપીએ ફરીયાદીને રૂ.૧૦,૦૦,૦૦૦/- નો ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા તેમજ રૂ.૧૩,૧૦,૦૦૦/- વળતર પેટે ચુકવવા તેમજ વળતર ના ચુકવે તો વધુ એક માસની કેદનો હુકમ કોર્ટ દ્રારા ફરમાવવામા આવેલ હતો.
આ કામની ટુકમા ફરીયાદ ની ટુકમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રોહન ભરતભાઇ રામાણી અને આરોપી નિહાલ હરેશભાઇ કોરાટ (રહે શ્રી હરી કૃષ્ણા, શ્રમજીવી સોસાયટી, શેરી નં. ૮, ઢેબર રોડ, રાજકોટ) વચ્ચે ખુબજ લાંબા સમયથી મીત્રતાના સંબંધ હતા. આ સંબંધના નાતે આરોપી નિહાલ હરેશભાઇ કોરાટને પોતાના અંગત ઉપયોગ માટે નાણાંની જરૂરીયાત ઉપસ્થીત થતા આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- હાથ ઉછીના માંગતા ફરીયાદીએ આરોપીને રૂ.૧૦,૦૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ હતા. ત્યારબાદ ફરીયાદી દ્રારા આરોપી પાસેથી આ રકમ પરત માંગતા આરોપીએ તેમના ખાતાનો રૂ.૧૦,૦૦,૦૦૦/- નો ચેક ફરીયાદીને લખી આપેલ હતો અને બેંકમા આ ચેક રજુ કર્યે આ રકમ ફરીયાદીને મળી જસે તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ હતો. આરોપીના આ વિશ્વાસ અને ભરોસે તેમજ ખુબજ લાંબા સમયથી મીત્રતાના નાતે ફરીયાદી દ્રારા આ ચેક સ્વીકારવામા આવેલ હતો પરંતુ આ ચેક ફરીયાદી દ્રારા તેમના બેંક ખાતામા ડીપોઝીટ કરતા આ ચેક પરત ફરેલ હતો.
આ ચેક પરત ફરીયાદી દ્રારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ ધી નેગોશીયેબલ ઇન્ટુમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી જે કામે ચાલી જતા અને હાલના કામે રજુ થયેલ પુરાવાઓના આધારે અને દલીલને કોર્ટ દ્રારા ગ્રાહય રાખી ઉપરોકત ગુનાના કામે આરોપી નિહાલ હરેશભાઇ કોરાટને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૧૩,૧૦,૦૦૦/- વળતર પેટે ચુકવી આપવા અને જો આ રકમ ના ચુકવે તો વધુ એક માસની સાદી કેદનો હુકમ કરવામા આવેલ છે. આ કામમા ફરીયાદી વતી એડવોકેટ શ્રી રણજીતભાઇ એમ.પટગીર, સાહિસતાબેન એસ.ખોખર, પી.એચ.રેણુકા મીતેશ એચ. ચાનપૂરા તેમજ પ્રહલાદસિંહ બી.ઝાલા રોકાયેલ હતા.
(4:49 PM IST)










