તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
પત્નિને માસીક પાંચ હજારનું ભરણ પોષણ ચૂકવવા પતિને કોર્ટનો આદેશ

રાજકોટ, તા.૩: પત્નિને તરછોડવા સબબ પતિએ રૂા.પ,૦૦૦ ભરણપોષણ ચૂકવવું તેવો કોર્ટ હુકમ કરેલ છે.
અરજદાર હસીનાબેન વસીમભાઈ પઠાણ, રહેઃ રાજકોટવાળાએ પોતાના પતિ વસીમભાઈ મહેહુસઅલી પઠાણ એટલે કે સામાવાળા રહેઃ- રાજકોટવાળા વિરૂધ્ધ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં ર૯ર૩માં અરજી દાખલ કરેલ હતી. તેમ જ અરજદારના નીકાહ આ કામના સામાવાળા સાથે તા.૧પ/૦૩/ર૦૧૮ના રોજ મુસ્લીમ શરીયત અનુસાર થયેલ હતા. તેમ જ લગ્નજીવનના થોડા સમય સારી રીતે રાખેલ ત્યારબાદ સામાવાળા દ્વારા અરજદારને માનસીક શારીરિક ત્રાસ આપવા લાગેલા તેથી અરજદારને પીયરે કાઢી મુકેલ હતા. સામાવાળા આજદીન સુધી અરજદારને તેડવા માટે આવેલ ન હોય અને સામાવાળા દ્વારા અરજદારની ભરણપોષણ કે બીમારીની કોઈ જવાબદારી નીભાવી ન હોઈ, તેમ જ પતિ દ્વારા કોઈ દરકાર કે કાળજી ન લેવાતા અરજદારએ અદાલતમાં ભરણપોષણ અંગેની દાદ માંગતી અરજી દાખલ કરેલ.
સામાવાળાને કોર્ટમાંથી નોટીસ મોકલાવેલ જે બજી ગયેલ હોય તેમ જ સામાવાળા હાજર રહેલ હોય તેમ જ સામાવાળાનો જવાબ વાધા રજુ રાખેલ હતા. હાલનો કેસ ચાલી જતા આ કેસમાં અરજદારના એડવોકેટ પરેશ બી મૃગની લંબાણ પુર્વકની દલીલો રજુ કરેલ અને પતિ ભરણપોષણ ચૂકવવા જવાબદાર બનતો હોવાથી ફેમિલી કોર્ટમાં રજુઆત કરી હતી, પરિણીતાના વકીલની તમામ દલીલોથી સહમત થઈ ફેમિલી કોર્ટ એ અરજદારની અરજી મંજૂર કરી આખરી હુકમમાં અરજદારને માસીક રૂા.પ૦૦૦/ ભરણપોષણ મૂળ અરજી દાખલ કરીયા તારીખથી નિયમીત ચૂકવી આપવા આખરી હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં અરજદાર હસીનાબેન વસીમભાઈ પઠાણ, વતી રાજકોટ ફેમીલી કોર્ટના લીગલ એઈડના પેનલ એડવોકેટ પરેશ બી. મૃગ રોકાયેલ હતા.
(4:48 PM IST)










