News of Tuesday, 3rd December 2024
સ્વસ્તિક આયુર્વેદિક કિલનીક ખાતે ગુરૂવારે નિઃશુલ્ક હાડકાના રોગોનું નિદાન
ચંદ્રાવતીબેન રાજયગુરૂના સ્મૃતિ અર્થે બોન મિનરલ ડેન્સીસ ટેસ્ટ ફ્રી માં કરી અપાશે

સ્વ.ચંદ્રાવતીબેન ચંદુલાલ રાજયગુરૂના સ્મૃતિ અર્થે નિઃશુલ્ક હાડકાના રોગોનો નિદાન કેમ્પનું આયોજન સ્વસ્તિક આયુર્વેદ કિલનિક ખાતે ડો. અદિતિ રાજયગુરૂ દ્વારા તા.પ, ગુરૂવારના સવારે ૯.૩૦ થી બપોરે ૩ સુધી કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં બધા દર્દીઓની અસ્થિ ખનીજઘનતાની તપાસ એટલે ‘બોન મિનરલ ડેન્સીટી ટેસ્ટ' તેના ખાસ ઉપકરણ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. તથા આ ટેસ્ટના રિપોર્ટનું અનુકરણ કરી નાડી તપાસ કરીને દર્દીઓને રાહત ભાવે દવાઓ પણ ઉપલબ્ધ થશે. સ્થળઃસ્વસ્તિક આયુર્વેદ કિલનિક, એમ-૪ ઓરબીટ, કૈલાશ એન્ટરપ્રાઇઝ પાછળ, મોટી ટાંકી ચોક, રાજકોટ. દર્દીએ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. મો.૯૦૧૬૩ ૩૩૬૧૦. (૩૬.૬)
(4:33 PM IST)










