તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 3rd December 2024
વિકસીત દેશોમાં દરેક વ્યકિતના મોબાઈલમાં વ્યકિત તુરંત અવેલેબલ હોતા નથી : વાત કરવા માગનારે મેસેજથી પોતાનો પરિચય દેવો જરૂરી

બહારના વિકસીત દેશોના લોકો મોબાઈલનો સમયાંતરે અને જરૂર પુરતો જ ઉપયોગ કરે છે. દરેક વ્યકિતના મોબાઈલમાં પોતે તુરંત અવેલેબલ હોતા નથી!! જો કોઈ તેમની સાથે કરવા માગે છે તો તે મેસેજથી પોતાનો પરિચય આપીને વાત કરવાનો સમય માંગી શકે છે અને કોન્ફર્મ કર્યા પછી તેઓ સામેથી જ કોલ કરતા હોય છે તથા અજાણ્યા વ્યકિતના મેસેજઃ નો રીપ્લાય પણ આપવાનુ ટાળે છે. ઉપર મુજબની જો આપણા દ્વારા સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસપણે સલામતી રાખી શકાય તથા ફ્રોડ થવાની શકયતા ઓછી રહેશે અને પોલીસ તથા સરકારના સાઈબર ફ્રોડના ભારણને ઓછુ કરવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકશુ.
મોબાઈલનું વળગણ જ લોકોને ડિજીટલ અરેસ્ટ કરાવે છે
હજુ તો એ.આઈ. દ્વારા ફ્રોડ શરૂ થઈ ગયા છે અને અવનવા નવીનતમ ફ્રોડ આવી રહ્યા છે : દરેકે મહત્તમ સાવચેતી અચૂક રાખવી અનિવાર્ય છે
કોઈપણ પ્રકારનો ઓનલાઈન ફ્રોડ થાય તો સાઈબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ ઉપર
મોબાઈલ એક માત્ર સાધન છે ડિવાઈઝ ફકત છે જેનો તમારે ઉપયોગ એટલે કે સદુપયોગ કરવા માટે છે. તમારી સલામતી વધારવા માટે છે પરંતુ ‘મોબાઈલ લોકોનો ઉપયોગ કરે છે' સતત ખીચામાં - પાકીટમાં મોબાઈલ રાખીને તેને જ જીવન સમજી લેવાની લોકો ભૂલ કરી બેઠા છે. સોશ્યલ મીડિયામાં આવતી રીલ - પ્રવચનો - વિડીયો - ફોટોઝ વગેરે એટલી હદે બેહુદા થઈ જાય છે કે લોકો તેમને જ સત્ય માની લે છે રીલ બનાવનાર પણ થોડી ઘણી લાઈક મેળવવા પોતાનો કિંમતી સમય અને જીંદગી બરબાદ કરી બેસતા હોય છે. સાથે સાથે આપણને પણ ૨૪ કલાક મનોરંજનની આદત પડી ગઈ છે. તેમાં આવતુ બધુ જ સાચુ છે તેવી ગુસ્તાખી આપણે કરી બેસીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ સ્પષ્ટતા કરવી પડે છે કે આપણે ત્યાં ભારતમાં ડીજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ્સ અમલમાં નથી.
ટેકનીકલ વાત જો કરવામાં આવે તો તમારા પોકેટમાં રહેલુ નાનકડુ ડિવાઈસ (મોબાઈલ) અનેક સુવિધાઓથી સજ્જ છે. પરંતુ તેમનો ઉપયોગ સમયાંતરે અને મર્યાદીત માત્રામાં કરવો તેટલો જ જરૂરી છે. મોબાઈલમાં મનોરંજન ઉપરાંત આર્થિક લેવડ-દેવડ, આરોગ્ય - વિજ્ઞાન, વૈશ્વિક જાણકારી મળે છે. ઉપરાંત ખરાબ પાસાઓ પણ એટલા જ છે જેનો ગેરલાભ લઈ સાઈબર માફીયાઓ સોશ્યલ મીડિયા મારફત અનેક લોકોને ફસાવે છે તથા ઓનલાઈન રૂપિયા પડાવે છે. સાઈબર માફીયાઓ ડીજીટલ એરેસ્ટ એવા લોકોને જ ટાર્ગેટ કરે છે જે કોઈ સીનીયર સીટીઝન, ઉચ્ચ હોદ્દા પર હોય કે રહી ચૂકયા હોય તેમજ તેમની બેન્ક બેલેન્સ/ મોટા ટર્ર્નઓવર / ટ્રાન્ઝેકશન આ લોકો જાણી ચૂકયા હોય છે. સૌ પ્રથમ તો ડિજીટલ એરસ્ટ થઈ જવુ તે આપણી પોતાની નબળાઈ છે અને માનસિક ટોર્ચર કરીને તેનો પૂરેપૂરો ગેરલાભ સાઈબર માફીયાઓ ઉઠાવી રહ્યા છે. સાઈબર ફ્રોડથી બચવા માટે કોઈપણ મોબાઈલ ધારક નીચે મુજબની તકેદારી રાખવાથી ચોક્કસ સલામત રહી શકે છે.
૧.જેમ કે સર્વ પ્રથમ તો જરૂરીયાત વગર તમારા ડીવાઈસમાં ઈન્ટરનેટ ઓફ રાખવુ જોઈએ.
૨.સોશ્યલ મીડિયા મારફત કોઈપણ અજાણી વ્યકિતનો સંપર્ક ટાળવો.
૩. મોબાઈલનો ઉપયોગ સીમીત તથા મર્ર્યાદીત કરશે.
૪. જો તમારા વ્યવહારમાં આર્થિક લેતી - દેતીની રકમ વધારે હોય તો અલગ ડિવાઈસ રાખવુ જેમાં કોઈ સોશ્યલ મીડીયા કે બીનજરૂરી એપ્લીકેશન ના હોય અથવા તમારા ડીવાઈસમાં જરૂર નથી એવી એપ્લીકેશન ડીલીટ કરી નાખો.
૫. જો શકય હોય તો કામ/ધંધા/નોકરીના સમયે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ.
૬. અજાણતી વ્યકિત/કંપનીના કોલને રીસીવ કરતા સાવચેતી રાખો તેમની ઓળખ માંગો અને તમારો સંપર્ક શા માટે કરી રહ્યા છે તેની વિગત જાણો. કારણ માં વજુદ નથી તો આગળ ના વધો, ટ્રુ કોલર, ઈનકમીંગ આવતા ફ્રોડ કોલ / સ્પામ કોલને બ્લોક કરવા.
૭. ઉપરાંત સામેની કોઈ વ્યકિત તમોને સામેથી તમારા આધાર કાર્ડ/ બેન્ક ડીટેઈલ/ પાન કાર્ડ / પર્સનલ વિગતો જણાવી રહ્યા છે તો ચોક્કસ એલર્ટ થઈ જવુ અને બ્લેકમેઈલ કરે તો દબાણમાં ન આવવુ.
૮. મોબાઈલમાં અજાણી વ્યકિત દ્વારા અપાતી તમારી ઓળખ / ખાનગી વિગતો અને ફોટોઝ સ્વીકારવા કે માન્ય રાખવા નહિં.
૯. કોઈપણ નાણાકીય લેતી - દેતીમાં સાવધાની જરૂરી છે. કારણ કે નાની મોટી કોઈપણ રકમ એક બટન દબાવીને ટ્રાન્સફર થઈ જતી હોય છે પરંતુ ખોટી રીતે થઈ ગયેલુ ટ્રાન્ઝેકશન પરત મેળવવા માટેનું બટન મોબાઈલમાં હોતુ નથી તે વાત આપના મગજમાં ખાસ રાખવી રૂરી છે.
૧૦. જો આપની પાસે કમ્પ્યુટર લેપટોપની સગવડતા હોય તો ફકત તેમાંથી જ સુનિヘતિ કરેલ લોકો / કંપની સાથે આર્થિક વ્યવહાર કરવો.
૧૧તમારા ડિવાઈસમાં એક થી વધારે વાઈ-ફાઈ સેટ કરેલા હોય તો જરૂરી હોય તે જ રાખવા બાકીના વાઈ-ફાઈ રીમુવ કરી દેવા. પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ટાળવો જેના લીધે તમારી પર્સનલ/બેન્ક ડીટેલ્સ/ ડેટા સલામત રહી શકે.
૧૨. તમારા વ્યવસાયમાં કે આર્થિક લેવડ-દેવડમાં બે વ્યકિતના અલગ અલગ વેરીફીકેશન રાખવા જોઈએ જે તમને મદદરૂપ સાબિત થશે.
૧૩. ચેકબુકનો પણ ઉપયોગ કરી શકો છો અને ચેક લખતા પહેલા નામ નંબરની જાણકારી મેળવવી અનિવાર્ય છે.
૧૪. આપણા ખીચામાંથી મોબાઈલ કાઢીને ચોક્કસાઈ કર્યા વગર તેમજ ઉતાવળે/ ફટાફટ કિલક કરીને પેમેન્ટ કરવાની ટેવને કાઢી નાખવી જોઈએ.આપને એ વાતનું પણ ધ્યાન રાખવુ પડશે કે બેન્કમાં રહેલી તમારી મૂડી ચાલુ ધંધા માટે/ પરીવાર માટે/ તમારા નિવૃતિના સમયમાં કામ આવે તે માટેની છે. એ પણ આપને સમજવુ જોઈએ કે સરકારશ્રી દ્વારા સતત સાવચેત કરવા છતા આપણી બેદકારી માટે પોલીસ તંત્ર કે સરકારને પૂરેપૂરા જવાબદાર કહી શકાય નહિં તેઓ આપણી મદદ માટે છે અને એ માટે અસંખ્ય પોલીસ કર્મચારીઓ / પોલીસ તંત્ર ખડેપગે હોય છે. તેમજ ફ્રોડ માટેની રજૂઆત પણ તંત્રને વિગતવાર અને ધીરજપુર્વક કરવી જોઈએ. હજુ તો એ.આઈ. દ્વારા ફ્રોડ થઈ રહ્યા છે. અને અવનવા ફ્રોડ આવી રહ્યા છે તો દરેક લોકો સાવચેતી અચુક રાખવી અનિવાર્ય છે. જો આમ છતા કોઈ પણ પ્રકારનો આપની સાથે ફ્રોડ થયેલ હોય તો સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર વિના સંકોચે તુરંત જાણ કરવી દેવી જોઈએ. અંતમાં, આ કહેવતનું ચોક્કસ ધ્યાન રાખશો,સમય સુચકતા હટી, તો દુર્ઘટના ઘટી.(૩૭.૩)
:: આલેખન ::
ડો.ગોપાલ એ. વિઠ્ઠલાણી
સર્ટીફાઈડ સાઈબર એક્સપર્ટ એન્ડ સાઈબર લો એડવાઈઝર : મો.૮૧૪૦૯૫૬૭૮૯

(4:29 PM IST)










