તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
‘‘પી.એમ.સૂર્ય ઘરઃ મફત વીજળી'' યોજનાઃ વોર્ડવાઇઝ કેમ્પનો શુભારંભ
કાલે તા. ૦૪ ના વોર્ડ નં. ર માં વોર્ડ ઓફીસ નં. ર ગીત ગુર્જરી સોસા. રામેશ્વર ચોક પાસે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે, રાજકોટ ખાતે કેમ્પ યોજાશે

રાજકોટ, તા. ૩ : શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.-સૂર્ય ઘરઃ મફત વીજળી યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.૦૩ ડિસે. થી તા.૨૪ ડિસે. સુધી સવારે ૧૦ થી ૦૧ દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે વોર્ડ નં.૧માં વોર્ડ ઓફીસ, ફાયર સ્ટેશન,રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતેથી કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ.
આજના કેમ્પમાં કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, મહાનગરપાલિકાના સિટી એન્જી. બી.ડી.જીવાણી, મેનેજર કૌશિક ઉનાવા, વોર્ડ ઓફિસર કિંજલબેન ચોલેરા, પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલ, નાયબ ઈજનેર બી.આર.ગોસાઈ, આર.ડી. લશ્કરી, આર.એસ. જાડેજા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ સતવારા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરુ, ગૌરવભાઈ મહેતા, પૂર્વ વોર્ડ પ્રમુખ રામભાઈ આહીર અને રાજકોટ મહાનગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીઓ તેમજ અંદાજિત ૧૬૦ નાગરિકો હાજર રહ્યા હતા. આજના કેમ્પમાં દ્વારા પી.જી.વી.સી.એલ.ના ટેકનીકલ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને પ્રધાનમંત્રી - સુર્યઘર મફત વીજળી યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.(૯.૩પ)
ક્રમ નં. વોર્ડ નં. તારીખ વાર
૨ ૨ ૦૪-૧૨-૨૦૨૪ બુધવાર
૩ ૩ ૦૫-૧૨-૨૦૨૪ ગુરૂવાર
૪ ૪ ૦૬-૧૨-૨૦૨૪ શુક્રવાર
૫ ૫ ૦૭-૧૨-૨૦૨૪ શનિવાર
૬ ૬ ૦૯-૧૨-૨૦૨૪ સોમવાર
૭ ૭ ૧૦-૧૨-૨૦૨૪ મંગળવાર
૮ ૮ ૧૧-૧૨-૨૦૨૪ બુધવાર
૯ ૯ ૧૨-૧૨-૨૦૨૪ ગુરૂવાર
૧૦ ૧૦ ૧૩-૧૨-૨૦૨૪ શુક્રવાર
૧૧ ૧૧ ૧૬-૧૨-૨૦૨૪ સોમવાર
૧૨ ૧૨ ૧૭-૧૨-૨૦૨૪ મંગળવાર
૧૩ ૧૩ ૧૮-૧૨-૨૦૨૪ બુધવાર
૧૪ ૧૪ ૧૯-૧૨-૨૦૨૪ ગુરૂવાર
૧૫ ૧૫ ૨૦-૧૨-૨૦૨૪ શુક્રવાર
૧૬ ૧૬ ૨૧-૧૨-૨૦૨૪ શનિવાર
૧૭ ૧૭ ૨૩-૧૨-૨૦૨૪ સોમવાર
૧૮ ૧૮ ૨૪-૧૨-૨૦૨૪ મંગળવાર
(4:02 PM IST)










