તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
રાષ્ટ્રીય શાળા સામે શાળા નં. ૧૧નું ૪.૩૮ કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ બનશે
ટેન્ડર પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરાઇ : ૩ માળમાં સ્માર્ટ કલાસરૂમ, કોમ્પ્યુટર રૂમ, ઓફિસો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે

રાજકોટ તા. ૩ : કોર્પોરેશન જૂની શાળાઓ કે જર્જરીત હાલતમાં હોય તેને તોડી પાડી આધુનિક નવી શાળાના બિલ્ડીંગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં અવાી છે જે અંતર્ગત રાષ્ટ્રીય શાળાની સામે મહાનગરપાલિકા રૂા. ૪.૩૮ કરોડના ખર્ચે શાળા નં. ૧૧નું અદ્યતન બિલ્ડીંગ બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
આ અંગે મનપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળાની સામે આવેલ મહાત્મા ગાંધી પ્રાયમરી સ્કૂલનું જર્જરીત બાંધકામ દૂર કરી તેના સ્થાને નવી પ્રાયમરી સ્કૂલનું બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ મનપા સંચાલિત ૮૯થી વધુ શાળાઓ કાર્યરત છે.
જ્યારે વર્ષો પહેલા તૈયાર થયેલ હોય તેવી પ્રાયમરી સ્કૂલો અને હાઈસ્કૂલોના જર્જરીત બાંધકામો દૂર કરી નવા બાંધકામ બનાવવા માટે તૈયારીઓ આરંભી છે.
જે અંતર્ગત યાજ્ઞિક રોડ ઉપર રાષ્ટ્રીય શાળાની સામે આવેલ ૧૧ નંબર પ્રાયમરી સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયેલ હોય તેના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રીય શાળાની સામે આવેલ શાળા નં. ૧૧નું જર્જરીત બિલ્ડીંગ થઈ ગયેલ હોય તેમજ આ સ્થળ ઉપર પ્રાઈમરી સ્કૂલનું વધુ બાંધકામ થઈ શકે તેવો અભિઙ્ઘાય ઈજનેરો દ્વારા આપવામાં આવતા આ સ્થળે અદ્યતન સ્કૂલ બનાવવાનો નિર્ણય બનાવવામાં આવ્યો છે.
ત્રણ માળની શાળાના બાંધકામ માટે રૂા. ૪.૩૮.૭૯.૭૫૩નો ખર્ચ કરવામાં આવશે. પ્રાયમરી સ્કૂલ તૈયાર થયા બાદ ૧ થી ૭ ધોરણમાં વર્ગોમાં પણ વધારો કરવામાં આવશે.
તેવી જ રીતે ખાનગી શાળાઓમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓ નવી મહાત્માગાંધી પ્રાયમરી સ્કૂલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરેલ છે.
જેની મુદત ૧૭/૧૨ના રોજ પૂર્ણ થનાર હોય ત્યાર બાદ સ્ટેન્ડીંગમાં મંજુરી અને વર્ક ઓર્ડર સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
(3:51 PM IST)










