તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
મોરારીબાપુની રામકથાનું શ્રવણપાન કરતા અર્જુનભાઇ મોઢવાડીયા

રાજકોટઃ પોરબંદર ધારાસભા વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા ખાસ રાજકોટના આંગણે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સદભાવના વૃધ્ધાશ્રમના નવનીર્મીત ભવનના લાભાર્થે આયોજીત વૈશ્વિક રામકથામાં ઉપસ્થિત રહી પુ. મોરારી બાપુના શ્રીમુખે કથા શ્રવણ કરી હતી અને સદભાવના વૃધ્ધાશ્રમના સંચાલકોને આયોજન માટે અભિનંદન પાઠવેલ હતા. તેમની બાજુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પૂર્વ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તથા ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ પણ નજરે પડે છે.
(3:45 PM IST)










