<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં કારોબારીની જગ્‍યા ઉપર રમેશ આદ્રોજા - ધર્મેન્‍દ્ર ઝરીયાના ફોર્મ ભરાયા

બકુલ રાજાણી દ્વારા પેનલ ઉભી કરવા કવાયત : સંભવત નિરવ પંડયા અને સિધ્‍ધરાજસિંહ જાડેજા ગુરૂવાર સુધીમાં ફોર્મ ભરશે

રાજકોટ તા. ૩ : બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા આદેશથી રાજયના તમામ બાર એસોસિયેશનોની ચૂંટણી એક જ દિવસે યોજવાના આદેશને પગલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા તા. ૨૦ ડિસેમ્‍બરે યોજાનારી ચૂંટણીના નામપત્રો રજૂ કરવાના આજે બીજા દિવસે મુખ્‍ય ઉમેદવારો તેમની પેનલો  મજબૂત બનાવવામાં વ્‍યસ્‍ત હોય આજે બપોર સુધીમાં માત્ર  બે ઉમેદવારો તેમના નામ પત્રો રજૂ કરી શક્‍યા છે.

રાજકોટ બાર એસોસિએશનના ૬ હોદ્દેદારો અને દસ કારોબારી સભ્‍યની યોજાનારી ચૂંટણી સંદર્ભે પ્રમુખપદના ઉમેદવાર દિલીપ જોષીએ તેમની કાર્યદક્ષ પેનલ, પરેશ મારુએ હોદ્દેદારો સહિતના છ ઉમેદવારો, હાલના પ્રમુખ બકુલ રાજાણી તેમની પેનલ નક્કી કરવામાં વ્‍યસ્‍ત છે.

રાજકોટ બાર એસોસિએશન દ્વારા ૨૦૨૫ના વર્ષની ચૂંટણી માટે નિયુક્‍ત કરાયેલા રિટર્નિંગ ઓફિસર્સ (ચૂંટણી અધીકારીઓ)  જયેશભાઈ એન. અતીત, કેતનભાઈ ડી. શાહ તથા જતીનભાઈ વી. ઠકકર દ્વારા  બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્‍ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, એક મહિલા અનામત સહિત ૧૦ કારોબારી સભ્‍યોની ચૂંટણીના તા. ૨૦ ડિસેમ્‍બરે થનારા મતદાન સંદર્ભે ઉમેદવારી ફોર્મ ભરવાના ગઈકાલે પ્રથમ દિવસે સાંજ સુધીમાં બે ઉમેદવારી પત્રો ભરાયા હતા, તેમાં કારોબારી સભ્‍ય માટે રમેશભાઇ આદ્રોજા અને ધર્મેન્‍દ્ર ઝરિયાનો સમાવેશ થાય છે,  ત્‍યારબાદ આજે બીજા દિવસે બપોર સુધીમાં એક પણ ફોર્મ રજૂ થયું નથી. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૬/ ૧૨/ ૨૦૨૪ સાંજે ૫.૦૦ વાગ્‍યા સુધી છે, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૯/ ૧૨/ ૨૦૨૪ અને ઉમેદવારોની પ્રથમ યાદી આજ દિવસે સાંજે ૫ વાગ્‍યા સુધીમાં જાહેર થશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તા. ૧૦/ ૧૨/ ૨૦૨૪ના સાંજે ૫ વાગ્‍યા સુધી, ઉમેદવારોની આખરી યાદી તારીખ ૧૧/ ૧૨/ ૨૦૨૪ના સાંજે પાંચ વાગ્‍યે, ચૂંટણીનું મતદાન તારીખ ૨૦ ૧૨ ૨૦૨૪ ના શુક્રવારે સવારે ૯ થી બપોરે ત્રણ વાગ્‍યા સુધી ન્‍યુ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ બિલ્‍ડીંગ પ્રથમ માળે યોજાશે, આ જ દિવસે બપોરે ૪:૦૦ વાગ્‍યાથી મતગણતરી શરૂ થશે, જે રાત્રીના પુરી થશે. દરમિયાન સિનિયર એડવોકેટ દિલીપ જોષી પોતે પ્રમુખ પદ માટે જયારે ઉપપ્રમુખ મયંક આર. પંડ્‍યા, સેક્રેટરી સંદિપ એમ. વેકરીયા, જોઇન્‍ટ સેક્રેટરી જીતેન્‍દ્ર એચ. પારેખ, ટ્રેઝરર કૈલાશ જે. જાની, લાયબ્રેરી સેક્રેટરી રવિ બી. ધ્રુવ, કારોબારી સભ્‍યો માટે ચિત્રાંક એસ. વ્‍યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુક્‍લ, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયાનો સમાવેશ થાય છે.

  જયારે પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારુએ ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી અતુલ જોષી, જોઈન્‍ટ સેક્રેટરી ગિરિરાજસિંહ જાડેજા, ખજાનચી નૈમિશ પટેલ તથા લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઇ મંડ તેમજ કારોબારી સભ્‍યપદના  પરેશ પાદરીયા સિવાય અન્‍ય ઉમેદવારો નક્કી કરવામાં વ્‍યસ્‍ત છે. જયારે પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી દ્વારા ઉપપ્રમુખ પદ માટે સિધ્‍ધરાજસિંહ જાડેજા સહિતના ઉમેદવારો નક્કી કરવા પ્રયાસો ચાલી રહ્યા છે, તેમાં એડવોકેટ નિરવ પંડ્‍યા પણ બકુલભાઈની પેનલમાં  ઉમેદવારી કરશે તેમ જણાવે છે. આ ત્રણેય પેનલો પુરી રચાયા બાદ ઉમેદવારી પત્રો રજૂ કરશે તેમ જાણવા મળે છે.(

(3:32 PM IST)