તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
વિદેશી દારૂના ત્રણ દરોડામાં ત્રણ પકડાયા
પીસીબીના ઇન્ચાર્જની પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. હુણ તથા ટીમની કામગીરીઃ રૂા. ૬૩ હજારની દારૂની ર૧૮ બોટલ કબ્જે

રાજકોટ તા. ૩: શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડા પાડી રૂા. ૬૩ હજારના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના આજી નદીના કાંઠા પાસે શીવનગર મફતીયા પરા માં પીસીબીની ટીમ બાતમીના આધારે દરોડો પાડી ઓરડીમાંથી વિદેશી દારૂની રૂા. ૪૨૮૦૦ ની કિંમતની ૧૪૪ બોટલ સાથે વિજય આપાભાઇ ખુમાણ (રહે. ખોડીયાર નગર- ૧૩ આજીવસાહત) ને તથા સહકાર મેઇન રોડ પર કૃષ્ણજી સોસાયટી શેરી નં. ૪ માંથી કલ્પેશ ઉર્ફે કલો જેશાભાઇ ડાભી (રહે. સહકાર મેઇન રોડ કૃષ્ણજી સોસાયટી શેરી નં. ૪) ને રૂા. ૪ હજારની કિંમતની દારૂની ૪૦ બોટલ સાથે તથા કોઠારીયા મેઇન રોડ પર બીલીપત્ર પાટીપ્લોટ પાસેથી જયુપીટર માંથી રૂા. ૧૭૦૦૦ ની કિંમતની દારૂની ૩૪ બોટલ સાથે ભાવેશ ઉર્ફે ભુરો છગનભાઇ વાવડીયા (રહે. કોઠારીયા સોલવન્ટ નારાયણ નગર મેઇન રોડ શેરી નં. ૧૧ ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ.એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પી.એસ.આઇ. એમ. જે. હુણ, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરસયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(3:30 PM IST)










