તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
વોર્ડ નં. ર ની વાંકાનેર સોસાયટીમાં પેવિંગ બ્લોક નખાશે

રાજકોટઃ વોર્ડ નં. ર માં જામનગર રોડ પર આવેલ વાંકાનેર સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા તેમજ વોર્ડ નં. ર ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં. રના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી કૌશિકભાઇ અઢિયા, ભાવેશભાઇ ટોયટા, સંજયભાઇ મિયાત્રા, અજયસિંહ જાડેજા, ભરતભાઇ વીરડા, યોગરાજસિંહ જાડેજા, અશ્વિનભાઇ અઢીયા, જયરાજસિંહ જાડેજા, જયસુખભાઇ મિયાત્રા, નિલેશભાઇ તેરૈયા, ભરતભાઇ વીરડા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:14 PM IST)










