News of Tuesday, 3rd December 2024
ઇન્ટરનેશનલ લેવલે યશ્વીએ સિલ્વર અને નિષ્ઠાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા.....
પીઆઇ ચેતન જાદવની પુત્રીઓએ ગુજરાતને ગૌરવ આપાવ્યું...

રાજકોટઃ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા ખાતે ૨૦ મી ડબલ્યુકેઆઇ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ યોજાયેલ જેમાં ઓેલપાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર ચેતન જાદવની પુત્રી યશ્વીએ સિલ્વર મેડલ તથા નિષ્ઠા એ બ્રોન્ઝ મેડલ જીતેલ છે.
આ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં જાપાન, નેપાલ,ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભારતના ખેલાડીઓએ ભાગ લીધેલ. અત્યાર સુધીમાં યશ્વી જાદવે ૧૫ વર્ષની ઉંમરે ૨૩ ગોલ્ડ, ૧૦ સિલ્વર, ૯ બ્રોન્ઝ સહિત કુલ ૪૨ મેડલ જીતેલ છે અને ગુજરાત સરકારની સીઓએ પ્લેયર તરીકે પસંદગી પામેલ હોય ગુજરાત સરકારની રૂા.૬૦ હજાર સ્કોલ્રશિપ પણ પ્રાપ્ત કરેલ છે.
નાની પુત્રી નિષ્ઠા જાદવે ૧૨ વર્ષની ઉંમરે ૪ ગોલ્ડ, ૨ સિલ્વર, ૪ બ્રોન્ઝ મેડલ સઅિત કુલ ૧૦ મેડલ જીતેલ છે
(3:14 PM IST)










