તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
કાલે ‘‘ડાન્સ ઓર રોમાન્સ કે દિવાને''મ્યુઝીકલ નાઇટ
૧૭ ગાયકો દ્વારા કુલ ૩૪ ગીતો રજુ કરશેઃ ગાયકોનું સન્માનઃ સંગીત પ્રેમીઓને ફ્રી એન્ટ્રી

રાજકોટઃ સંગમ કરાઓકે સ્ટુડીયો દ્વારા ‘‘ડાન્સ ઔર રોમાન્સ કે દિવાને'' મ્યુઝીકલ ઇવેન્ટનું આયોજન કરવામા઼ આવેલ છે.
તા.૪ બુધવારના રોજ સંગમ કરાઓકે સ્ટુડીયો રાજકોટ પ્રસ્તુત એક જબરજસ્ત મ્યુઝિકલ સિંગીંગ અને ડાન્સિંગ પ્રોગ્રામ હેમુ ગઢવી મેન હોલ ખાતે રાત્રે ૮ વાગ્યે થવા જઇ રહયો છે. આ પ્રોગ્રામમાં દરેક સિંગરને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે. કાર્યક્રમમાં ૧૭ ગાયકો દ્વારા ૩૪ ગીતો રજુ કરવામાં આવશે. દરેક સંગીત પ્રેમીને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આ પ્રયોગને સફળ બનાવવા માટે જયપાલસિંહ, એન્કર પ્રતિમા ચૌહાણ, પરેશભાઇ જાની, સુરેશ મારૂ વગેરે જહેમત ઉઠાવી રહયાાં છે.
તસ્વીરમાં જયપાલસિંહ જાડેજા (મો.૯૭ર૬૭૭૬૯૯૯), શ્રીમતી પ્રતિમા ચૌહાણ(દિલ્હી), ભરતભાઇ શુકલ, આર.ડી.વ્યાસ, અનીલભાઇ ત્રીવેદી નજરે પડે છે. (તસ્વીરઃઅશોક બગથરીયા
(3:06 PM IST)










