<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

નવી જંત્રીની ઘેરી અસરઃ જમીન-મકાન-ફલેટના ખરીદ વેચાણમાં ગાબડા નવેમ્‍બરમાં માત્ર ૯૬૦૦ દસ્‍તાવેજ થયા

રાજકોટના ૮ સહિત તમામ ૧૮ ઝોનમાં મંદીઃ સૌથી વધુ મોરબી રોડ પર ૧૧૪૮ દસ્‍તાવેજ... : સૌથી ઓછા વીંછીયામાં ૮૦ દસ્‍તાવેજઃ સરકારની ફી-ડયુટીની આવકમાં રપ કરોડનો તોતીંગ ઘટાડો

રાજકોટ તા. ૩ :.. નવી જંત્રીની અમલવારી લાગુ કરાયેલ નવી જંત્રીની ઘેર અસર રાજકોટ શહેર-જીલ્લાના જમીન-મકાન-ફલેટ-પ્‍લોટની ખરીદી-વેચાણમાં નવેમ્‍બર મહિનામાં ઉદ્‌્‌ભવી હોવાનું મળેલા સત્તાવાર આકડા પરથી સાબીત થયું છે. દસ્‍તાવેજમાં ગયા મહિના કરતા નવેમ્‍બરમાં ર હજારથી રપ૦૦, ઓછા થયાનું સુત્રોએ ઉમેર્યુ હતું, જબરા ગાબડા પડયા છે, નવેમ્‍બર મહિનામાં માત્ર ૯૬૪પ દસ્‍તાવેજ થયા છે, તેમાં સૌથી વધુ રાજકોટ-ર-મોરબી રોડ પર ૧૧૪૮, તો સૌથી ઓછા વીંછીયા ક્ષેત્રમાં ૮૦ દસ્‍તાવેજ નવેમ્‍બરમાં નોંધાયા છે.

સરકારની ફી-ડયુટીની આવકમાં પણ ર૦ થી રપ કરોડનો તોતીંગ ઘટાડો ઓકટોબરની સરખામણીએ જોવા મળ્‍યો છે. નવેમ્‍બરમાં ફીની આવક ૭ કરોડ ૬૪ લાખ તો વપરાયેલ સ્‍ટેમ્‍પ ડયુટીની આવક ૪૩ કરોડ ૩૯ લાખની થઇ છે.

નવેમ્‍બરમાં રાજકોટના -૮ સહિત તમામ ૧૮ ઝોનમાં મંદી જોવા મળી હતી, ઝોન વાઇઝ નવેમ્‍બરમાં થયેલ દસ્‍તાવેજોની વિગતો જોઇએ તો ઉપલેટા-૩૩૪, પડધરી-૧૮૪, જામકંડોરણા-૮૯, ધોરાજી-ર૪૩, રાજકોટ-૮-રૂરલમાં ૬ર૭, રાજકોટ-૪ રૈયામાં -૬૯૭, રાજકોટ-૭, કોઠારીયામાં -પ૭૯, રાજકોટ-૬ મવડીમાં -૮૬૧, રાજકોટ-પ મવામાં -પ૬૮, જેતપુર-પ૩ર, રાજકોટ-૩ -રતનપર ક્ષેત્રમાં -૭૦૯, રાજકોટ-૧ -૬૯૧, જસદણ-૩૩૩, લોધીકા -૬૭ર, કોટડા સાંગાણી -૩ર૧ અને ગોંડલમાં -૯૭૭ દસ્‍તાવેજ થયાનું સબ રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. 

(3:00 PM IST)