<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ગુંદાખડાથી રાજકોટ શેઠને ત્‍યાં છઠ્ઠીના પ્રસંગમાં આવેલો રોહિત ત્રીજા માળેથી પકટાયો

રાતે બે વાગ્‍યે બનાવઃ ગંભીર ઇજા થતાં સારવારમાં

રાજકોટ તા. ૩: વાંકાનેરના ગુંદાખડાથી રાજકોટ સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં પોતાના શેઠ દિપેનભાઇ કોળીના ઘરે છઠ્ઠીનો પ્રસંગ હોઇ અહિ આવેલા રોહિત ભગાભાઇ સાકરીયા (ઉ.વ.૩૪)ને રાતે દિપેનભાઇના ઘરે ત્રીજા માળે હતો ત્‍યારે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તે ગુંદાખડામાં આવેલી દિપેનભાઇની વાડીમાં મજૂર તરીકે કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. રોહિત અકસ્‍માતે પડી ગયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું હતું.

(2:27 PM IST)