<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

૧૨ કિલો ગાંજા સાથે ચેતન સમેચા પકડાયા બાદ બીજો શખ્‍સ દશરથ પણ હાથવેંતમાં

શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો : ઓરિસાથી પહેલી ખેપમાં ૬ કિલો અને બીજી ખેપમાં ૧૨ કિલો લાવતાં જ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણીની ટીમે જ્‍યુબીલી બાગ પાસે દરોડો પાડયોઃ ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને વિરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી જયુબેલી ગાર્ડનની બાજુમાં બસ સ્‍ટેન્‍ડ પાસેની ફૂટપાથ પરથી રૂા. ૧ લાખ ૧૯ હજારની કિંમતના ૧૧.૯પ૦ કિલોગ્રામ ગાંજાના જથ્‍થા સાથે ચેતન ભરતભાઈ સમેચા (ઉ.વ.ર૧, રહે. નહેરૂનગર શેરી નં.૪/પનો ખુણો, માલધારી ચોક)ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઓરિસ્‍સાથી ગાંજાનો જથ્‍થો લઈ આવ્‍યાની કબુલાત આપી હતી. તેમજ સાથે અન્‍ય શખ્‍સ દશરથ પણ હોવાનું રટણ કરતાં પોલીસે આ શખ્‍સને પણ સકંજામાં લેવા તજવીજ કરી છે. બંને અગાઉ છ કિલો ગાંજો લાવ્‍યા બાદ આ વખતે બાર કિલો લાવીને બંધાણીઓને વેંચે એ પહેલા પકડી લીધા હતાં.

એસઓજીની ટીમ માદક પદાર્થનું દૂષણ નાબુદ કરવા  ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાને મળેલી ચોકકસ બાતમીના આધારે ચેતનને અટકાવી તેની પાસે રહેલા બે કાળા થેલાની તલાશી લેતાં અંદરથી ૧૧.૯પ૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્‍યો હતો. પોલીસેગાંજો,૧૭૦૦ રોકડા, બે ટ્રેનની ટિકિટ, મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂા. ૧.ર૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ચેતને ગાંજાનો જથ્‍થો ઓરિસ્‍સાથી લઈ આવ્‍યાની કબુલાત આપી હતી. તેણે પોલીસને જણાવ્‍યું કે ઓરિસ્‍સાથી ટ્રેનમાં સુરત સુધી આવ્‍યો હતો. સુરતથી બસમાં બેસી રાજકોટ પહોંચ્‍યો ત્‍યાં જ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી ટ્રેનની બે ટિકિટ મળી હતી. જે બાબતે પુછપરછમાં જણાવ્‍યું કે તેની સાથે પાડોશીનો છોકરો દશરથ પણ હતો તે આગળ ઉતરી ગયો હતો. પોલીસે તેને પણ સકંજામાં લેવા તજવીજ કરી હતી.

ચેતન માત્ર કેરિયર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે. મુખ્‍ય સુત્રધાર કોણ? કોને કોને આ ગાંજો વેંચવામાં આવે છે? તે સહિતની તપાસ હવે પછી થશે.  અગાઉ પણ ગાંજાના કેસમાં સુરત અને ઓરિસ્‍સાના કનેક્‍શન ખુલી ચુક્‍યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ  વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. અરૂણભાઇ બાંભણીયા,  ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ખુમાનસિંહ, યુવરાજસિંહ જાડેજા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ, ડ્રા. હેડકોન્‍સ. શ્‍યામભાઇ, લોકરક્ષક દિવ્‍યરાજસ્‍ંિહ રહેવરે આ કામગીરી કરી હતી. ગાંજાનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું. (

(2:24 PM IST)