તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
રાજકોટ પીજીવીસીએલનાં અધિકારીએ કોન્ટ્રાકટરની પત્નિ સાથે દુષ્કર્મ આચર્યુ
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા સામે પોલીસ ફરિયાદથી ખળભળાટઃ પતિ જેલમાં જતાં લોભ-લાલચ આપીને ફાયદો ઉઠાવ્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૩ :.. જામનગર જિલ્લામાં દુષ્કર્મનો વધુ એક મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો આ મામલામાં આરોપી તરીક પીજીવીસીએલના એક અધિકારીનું નામ આવતા ખળભળાટ મચી ગયો કોન્ટ્રાક્ટરની પત્ની છે. આ મામલામાં અધિકારીએ આ મહિલા સાથે દુષ્કર્મ આચાર્યુની ધ્રોલ પોલીસ મા ફરીયાદ નોંધાઈ આ મામલો જામનગર વીજકચેરી સાથે સંબંધિત છે. વીજકચેરીના એક તત્કાલીન અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે.
જો કે આ મામલામાં ગુના બનાવ સ્થળ ધ્રોલ હોવાથી, ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. પોલીસ વિગતો અનુસાર, દુષ્કર્મની આ ફરિયાદ ગત શનિવારે દાખલ થઈ ગઈ છે. ભૂતકાળમાં ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન આ મામલાના આરોપી અધિકારી જામનગર વીજસર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતાં. તે સમયે વીજતંત્રનો એક પેટા કોન્ટ્રાક્ટર કોઈ ગુનાસર જેલમાં હતો. આ પેટા કોન્ટ્રાક્ટરે વીજતંત્રનું કોઈ કામ કરેલું હોય, પેટા કોન્ટ્રાક્ટરે તંત્ર પાસેથી બિલના નાણાં લેવાના થતાં હતાં.
આ સમય દરમિયાન પેટા કોન્ટ્રાક્ટર જેલમાં હોવાથી પેટા કોન્ટ્રાક્ટરના પત્ની, વીજતંત્રના આ આરોપી અધિકારી પાસે નાણાં બાબતે ગયેલાં. તે દરમિયાન કોઈ લોભ લાલચ જેવા કારણોસર આ આરોપી અધિકારી અને જેની ફરિયાદ ગત શનિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ. આ ફરિયાદમાં આરોપી તરીકે હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણા નામના અધિકારીનું નામ જાહેર થયું છે. આ અધિકારી હાલ રાજકોટ વીજતંત્રમાં નોકરી કરી રહ્યા છે. જામનગર વીજતંત્રમાં તેઓ જેતે સમયે આસિસ્ટન્ટ સેક્રેટરી અને હાલ તેઓ રાજકોટ વીજતંત્રમાં ઈન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર હોવાનું જાણવા મળે છે- આ અધિકારીએ ફરિયાદી સાથે દુષ્કર્મ ની ફરિયાદ નોધાતા ધ્રોલ સહિત સમગ્ર જામનગર જિલ્લામાં અને રાજકોટમાં પણ ચકચાર મચી હોવાનું બહાર આવ્યું છે. આ મામલાની તપાસ ધ્રોલ PI એચ.વી.રાઠોડ વધુ તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)










