<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચવા ૩૦૦ ધાબળાનું વિતરણ, બાળકોને બિસ્કિટ અપાયા: એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી સહિતનો અવિરત સેવા યજ્ઞ

રાજકોટઃ જામનગર રોડ, માધાપર ચોકડી પાસે તથા બેડી ચોકડી પાસે, રણજિતદાન ગઢવી, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી, લક્ષ્મીબેન મિશ્રા, પ્રેમ અગ્રવાલ , નિવૃત ડેવલોપમેન્ટ ઓફિસર LIC જોશી, પૃથ્વીસિંહ રાણા માનવ અધિકાર, હેડ કોન્સ્ટેબલ રાજભા ગોહિલ, ગીરૂભા વાઘેલા વગેરેએ મળી 300 જરૂરિયાતમંદ લોકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળા અને બાળકોને બિસ્કિટ્સ વિતરણ કર્યું હતું. આવતા શનિવારે સાંજે સાત હનુમાન મંદિર, કુવાડવા પોલીસ સ્ટેશન આસપાસ આ સેવા યજ્ઞ થશે.

(2:32 PM IST)