<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

મનપાની મ્‍યુઝીકલ નાઇટ બની ધમાલની રાતઃ લોકો-પોલીસ વચ્‍ચે ઝપાઝપી

અમાલ મલીકે સ્‍ટેજ પરથી બેસી જવા અપીલ કરેલઃ સુરેન્‍દ્રસિંહ વાળા પણ મામલો થાળે પાડવા દોડી ગયેલ

રાજકોટ તા.ર૦ : ગઇકાલે મનપાના સ્‍થાપના દિવસ નિમિતે યોજાયેલ મ્‍યુઝીકલ નાઇટમાં યુવાનો સ્‍ટેજની નજીક આવી જતા લોકોને પોલીસે દુર ખસેડતા બબચાલ મચી ગઇ હતી. પોલીસ અને યુવક વચ્‍ચે ઝપાઝપી થઇ હતી. આ તકે સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળાએ વચ્‍ચે પડવુ પડયું હતુ. ઉપરાંત સ્‍ટેજ ઉપરથી ગાયક અમાલ માલિકો બેસી જવા  વિનંતી કરવી પડીહ તી.

સમગ્ર ઘટના વી.વી.આઇ.પી. ગેટ પાસે ફાયર બ્રિગેડની ગાડી રાખી દેતા શહેરીજનોમાં રોષની સાથે શરૂ થઇ હતી. ત્‍યારબાદયુવાનો અમાલ મલીકને જોવા સ્‍ટેજની પાસે પહોંચતા પોલીસે તેમને દુર ખસેડતા બબાલ થઇ હતી. જે ઝપાઝપીમાં પરિણામી હતી. તંત્રએ વી.વી.આઇ.પી. ગેટ પાસે ફાયર બ્રિગેડની ગાડી રાખી દેતા નારાજગી ઉભી થઇ હતી. બોલીવુડ ગાયક અમાલ મલિકે જમાવટ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જ નગરજનોને ડોલાવ્‍યા હતા.

(3:46 PM IST)