તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
શહેરમાં રોગચાળાની સાચી સ્થિતિ જાહેર કરો : કોંગ્રેસ
રોગચાળા મામલે વિરોધ પક્ષનું પ્રદર્શન : બેનરો દર્શાવ્યા રોગચાળા મુદ્દે વિપક્ષનો વિરોધ

જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા કોંગ્રેસના નગરસેવકો દ્વારા શહેરમાં વકરતા રોગચાળા મુદ્દે બેનર સાથે વિરોધ દર્શાવાયો હતો. ઉપરોકત તસ્વીરમાં વિરોધ પક્ષ નેતા વશરામભાઈ તથા કોમલબેન પ્લેકાર્ડ સાથે દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૯ : આજના મનપાના જનરલ બોર્ડ પહેલા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રોગચાળા અને કૌભાડ મામલે બેનરો સાથે વિરોધ કરી આક્ષેપો કર્યા હતા.
મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની મેલેરીયા વિભાગની માહિતીમાં છેલ્લા ૪ અઠવાડીયાની માહિતી જોતા ફકત શંકાસ્પદ ડેન્ગ્યુ તાવથી મરણ થયેલ બે લોકો જ દર્શાવવામાં આવ્યા છે. જયારે હકીકતે આ મૃત્યુઆંક વધારે છે આ બે મૃત્યુ એટલા માટે દર્શાવવામાં આવ્યા હોય તેવુ દેખાય છે કે એક રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હતા અને બીજા એક પ્રેસ રીપોર્ટરના પરીવારના હતા એટલા માટે આ બે મૃત્યુનોંધ એક જ દિવસે થયા છે તે દર્શાવવામાં આવેલા છે તો બાકીના ચાર અઠવાડીયાના મૃત્યુના આંકડા કયા અને કેટલાક મૃત્યુ થયા? ચાર અઠવાડીયામાં ડેન્ગ્યુ તાવના ૭૭ કેસો મેલેરીયાના પાંચ કેસો ચીકનગુનીયાના ત્રણ કેસ બતાવવામાં આવ્યા છે.
આ રાજકોટ મહાનગરપાલિકાના આંકડા છે જે સરકારને આપવામાં આવે છે અને તે પણ ખોટા શાસકો રાજકોટની જનતાની પૂર્તિ આરોગ્યની સેવા નથી આપી શકતા. શરદી તાવ ઉધરસ ઝાડા ઉલટી ટાઈફોઈડ અને કમળાના તો હજારો કેસો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા ૪ અઠવાડીયાના ૮૨૮૧ કેસો નોંધાયા છે. શાસકોએ મહાનગરપાલિકાની સાચી સ્થિતિ જાહેર કરવી જોઈએ તેવી પણ માંગ કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તથા કોમલબેન ભારાઈએ કરી હતી.
(4:27 PM IST)










