તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
ભારતના પહેલા અને એક માત્ર મહિલા વડાપ્રધાનઃ નાનપણમાં જ તેમણે ᅠબનાવી હતી વાનરસેના : આજે ઇંદિરાગાંધીનો ૧૦૭ મો જન્મદિન

આજે ૧૯ નવેમ્બરે ભારતના પહેલા અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો જન્મદિવસ છે. ઇંદિરા ગાંધી ભારતના રાજકારણમાં એક એવું નામ છે, જેમનું વ્યકિત્વ અને કર્તૃત્વ હંમેશા ચર્ચામાં રહયું. વિપક્ષના લોકો પણ તેમનું નામ આદરથી લેતા રહયા છે. વડાપ્રધાન તરીકે તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા જેના કારણે તેમને ‘આયર્ન લેડી' પણ કહેવાયા.
અલ્હાબાદમાં જવાહરલાલ નેહરૂ અને કમલા નેહરૂના ઘરે ૧૯ નવેમ્બર ૧૯૧૭ ના દિવસે દિકરીનો જન્મ થયો હતો. દાદા મોતીલાલ નેહરૂએ ઇંદિરા નામ રાખ્યું અને પિતાએ તેના સુંદર દેખવના કારણે એ નામમાં પ્રિયદર્શિની પણ જોડી દીધું. લોખંડી મનોબળવાળા ઇંદિરા ગાંધીએ સતત ત્રણ વાર અને કુલ ચાર વાર દેશની કમાન સંભાળી હતી.
ઇંદિરા જયારે ૧૧ વર્ષના હતા ત્યારે પણ પિતા અને દાદાની જેમ દેશ સેવા કરવા ઇચ્છતા હતા પણ એ એક અબોધ બાળકી સમજીને કોઇએ તેમને પ્રોત્સાહન ના આપ્યું તેનાથી તેઓ બિલકુલ નાસીપાસ ના થયા. તેમણે આજુબાજુના બાળકોને બોલાવીને એક ભાષણ આપ્યું. તેમણે નકકી કર્યુ કે બાળકોની મદદથી તેઓ એક સંગઠન તૈયાર કરશે. તેમણે આસપાસના સાહસિક બાળકોને ભેગા કરીને એક સંગઠન બનાવ્યું, જેનું નામ રાખ્યું ‘વાનસેનાં.' ધીમે ધીમે લગભગ ૬૦૦૦ બાળકો તેના સભ્ય બની ગયા હતા. આ વાનરસેના કોગ્રેસ માટે કામ કરવા લાગી. કોંગ્રેશ ના પેફલેટ વહેંચતા અને ઘાયલોની સેવા પણ કરતા. આ બધુ જોઇને જવાહરલાલને લાગ્યું કે ઇંદિરા દેશના વાતાવરણના હિસાબથી પોતાને તૈયાર કરી રહી છે. ફુરસદના સમયમાં તેણી ચરખો પણ ચલાવતા હતા.(ર૪-૪)
૧૯ નવેમ્બરની તારીખની ઘટનાઓ
૧૯ નવેમ્બરે જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જયંતિ પણ મનાવાય છે.
૧૮ર૪: રશીયાના સેંટ પીટર્સબર્ગ શહેરમાં પુરથી ૧૦૦૦૦ લોકોના મોત.
૧૮૩૮: બ્રહમોસમાજના આધ્યાત્મિક નેતા કેશવચંદ સેનનો જન્મ.
૧૯૧૭: ઇંદિરા ગાંધીનો અલ્હાબાદમાં જન્મ.
૧૯૭૭: ઇજીપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાતનો ઐતિહાસીક ઇઝરાયેલ પ્રવાસ પ્રવાસ દરમ્યાન તેમણે શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો.
૧૯૮રઃ નવી દિલ્હીમાં નવમી એશીયન ગેમ્સનો પ્રારંભ-લાંબા સમય પછી દેશમાં મોટી ખેલ સ્પર્ધાનું આયોજન.
૧૯૮પઃ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને સોવિયેત નેતા મિખાઇલ ગોર્બાચેવ વચ્ચે પહેલી મુલાકાત.
૧૯૯૪: ભારતની અશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની.
૧૯૯પઃ કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટ લીફટીંગમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
૧૯૯૭: કલ્પના ચાવલા અવકાશમાં જનારપહેલી ભારતીય મહિલા બની.
ર૦૦૦: પાકિસ્તાનની કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની માતા નુસરત ભુટ્ટોને બે વર્ષની જેલની સજા સંભળાવી.
ર૦૦૭: એમોઝોને પુસ્તક વાંચનારા ઇલેકટ્રોનિક ઉપકરણ કિંડલનું વેચાણ શરૂ કર્યુ, જેણે ઇ-બુકસને પ્રચલિત કરવામાં મોટું યોગદાન આપ્યું.
ર૦૧૯: ગોરાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.
(3:36 PM IST)










