તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
રાજકોટ મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ૬૦ મિનિટમાં માત્ર એકજ પ્રશ્નની ચર્ચા...

રાજકોટઃ મનપાનું દર બે માસે મળતુ જનરલ બોર્ડ આજે રમેશભાઇ છાયા સભાગળહ ખાતે મળ્યું હતું. ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા ના પ્રથમ પ્રશ્નની ચર્ચા દરમિયાન વશરામ સાગઠીયાએ શેરીજનોની સમસ્યા ની ચર્ચા નું કહેતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થોડી વાર તું તું મેં મેં થવા પામ્યુ હતુ. વશરામભાઈએ લોકોની સમસ્યાની એક જ માંગ કરતા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે અધ્યક્ષને સૂચના આપી વિપક્ષને બહાર કાઢવા જણાવ્યું હતું ત્યારે માર્શલ દ્વારા વિપક્ષના વશરામ સાગઠિયા સાહિતના સભ્યોને બહાર કાઢયા હતા તે તસ્વીરોમાં નજરે પડે છે. ઉપરોકત તસ્વીરમાં સભાપતિ મેયર નયનાબેન પેઢડીયા, મંત્રી અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, ડે. મ્યુ. કમિ‘ર સ્વપિ્નલ ખરે, સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા, ડે. સેક્રેટરી ધવલ જેસડીયા સભા સંચાલન કરતા દર્શાય છે. નીચેની તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના દંડક મનીષ રાડીયા કોર્પોરેટર મગન સોરઠીયા, નીતિન રામાણી, વશરામભાઈ સાગઠીયા તથા પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટરો તથા અંતિમ તસ્વીરમાં તમામ સભ્યો નજરે પડે છે (તસ્વીર - અશોક બગથરીયા)
(3:36 PM IST)










