તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પુસ્તકો અને પુસ્તકાલયો સંસ્કાર ઘડતરનું શ્રેષ્ઠ માધ્યમ
તા. ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

રાજકોટ તા. ૧૫ : સમગ્ર દેશમાં પ્રતિવર્ષ તારીખ ૧૪/૧૧ થી ૨૦/૧૧ સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં ખાવે છે. તેમ છતા પુસ્તકાલય પ્રવળત્તિ વિસ્તળત અને વેગમાન બનવી જોઈએ તે નથી બની શકી. આ નવી હકીકત અને વાસ્તવિકતા છે. એમાં પણ ટીવી અને કોમ્પ્યુટરના યુગમાં વાંચનનું પ્રમાણ સતત ઘટતુ જાય છે. પુસ્તકાલય સુના પડેલા જોવા મળે છે.
૨૧ મી સદી જ્ઞાનની સદી છે. દુનિયામાં આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. પુસ્તકો જ્ઞાનની પરબ છે, પુસ્તકો સાચા અને સારા અર્થમા મિત્રો છે. પુસ્તકો પુસ્તકાલય સંસ્કાર ઘડતરનું શ્રેષ્ઠ માધ્યમ છે. દેશ અને દુનિયામાં અમર થઈ ગયેલા તમામ મહાપુરુષોના જીવન ઘડતરમાં પુસ્તકોએ મહત્વનો ભાગ ભજવેલ છે. જે સ્વીકારવું જ રહ્યું. પુસ્તકો સદગુરુની ગરજ મારે છે. પુસ્તકો મગજને ખોરાક પૂરો પાડે છે. ગ્રંથાલય પ્રવળત્તિને ઉત્તેજન આપવા મથામણ કરતી સંસ્થાઓના કહેવા પ્રમાણે દર ત્રણ હજારની વસ્તીએ એક ગ્રંથાલય હોવું જોઈએ. જેની સામે ઘણા નગર ગામો એવા છે, જયાં ૫૦,૦૦૦ ની વસ્તી હોવા છતાં પુસ્તકાલય નથી. જે સમાજની શરમ છે. હિન્દુસ્તાનમાં ૪૨૦૦૦ પુસ્તકાલયો છે. દેશના દરેક ગામ નગરમાં પુસ્તકાલય અનિવાર્યપણે હોવું જોઈએ.
આપણા રાષ્ટ્રમાં ૩૦થી વધુ રાજ્યો છે તેમાં ગ્રંથાલય પ્રવળત્તિને ઉત્તેજન આપતો ગ્રંથાલય ધારો માત્ર ૧૧ જેટલા રાજ્યોમાં છે બાકીના રાજ્યોમાં હજી ગ્રંથાલય ધારો આવેલ નથી. કેરળ જેવા નાના રાજ્યમાં પણ ગ્રંથાલય ધારો છે. આપણા ગુજરાતમાં ગ્રંથાલય ધારો છે, પરંતુ તેનો જે લાભ ગ્રંથાલયને કે ગ્રંથાલય પ્રવળત્તિને મળવો જોઈએ તે સદંતર મળેલ નથી. કાગળ પર ગ્રંથાલય ધારો છે.
કલકત્તામાં રાજા રામમોહનરાય લાઇબેરી ફાઉન્ડેશન છે. જે દર વર્ષે દેશભરના પુસ્તકાલયોને લાખો રૂપિયાના પુસ્તકો વિના મુલ્યે આપે છે. જેનું નિયત નમુના મુજબનું કોર્મ ભરી ગુજરાતના ગ્રંથાલયોએ લાભ લેવો જોઈએ. (ફોન નંબર ૦૩૩૨૩૩૭૪૬૩ અને ૦૩૩૨૩૩૭૪૬૪ છે. આપણા ગુજરાતમાં ભુજમાં શ્રી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ છે તે પણ ૫૦ ટકા કે ઓછી કિંમતે પુસ્તકો પુરા પાડે છે. તેમનો મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૨૭૫૦૯ છે. તેનો લાભ પુસ્તકાલયો અને પુસ્તક પ્રેમીઓ લઈ શકે છે.
ગુજરાતમાં પ્રજા વત્સલ રાજવી બરોડાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ પુસ્તક પ્રેમી હતા તેમના રાજ્યમાં એક સમયમાં દરેક ગામ નગરમાં સમળદ્ધ પુસ્તકાલયો હતા. સદ્દગત મોતીભાઈ અમીને પુસ્તકાલય પ્રવળત્તિને ઉત્તેજન આપવામાં સિંહફાળો આપેલ છે. જે સ્વીકારવું જ રહ્યું. મોતીભાઈ અમીનને ગુજરાતની પુસ્તકાલય પ્રવળત્તિના પ્રણેતા કહી શકાય.
ગુજરાતમાં સસ્તુ સાહિત્ય કાર્યાલય અમદાવાદ દ્વારા પુસ્તકાલય પ્રવળતિને મોટું ઉત્તેજન આપેલ. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના વતની અને સમગ્ર ગુજરાતના ગ્રંથ મંદિરોનો રાહ ચિંધનારા ડો. પ્રફુલભાઈ શાહ દંપતીનું પુસ્તકાલય પ્રવળત્તિને વેગ આપવામાં બહુ મોટું યોગદાન આપેલ છે. પૂજ્ય માનભાઈ ભટ્ટ સ્થાપિત ભાવનગરનું સુપ્રસિદ્ધ સેવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખ ઊપડે તે માટે ભાવનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળ પુસ્તકાલય શરૂ કરવા શિશુવિહાર સંસ્થા નિમિત બની છે.
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિ વિભાગ દ્વારા ગ્રંથાલય પ્રવળત્તિનું સંચાલન થાય છે. રાજ્ય સરકાર દ્વારા વાંચે ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવેલ. સરકાર શ્રેષ્ઠ ગ્રંથાલયને મોતીભાઈ અમીન પારિતોષિક પુરસ્કાર આપે છે. વિભાગની માન્યતા મેળવેલ હોય તેવા પુસ્તકાલયને ગ્રાન્ટ પણ દર વર્ષે આપે છે. પરંતુ જે પ્રવર્તમાન સમયમાં અપુરતી અને મશ્કરી સમાન છે. રાજ્યના ઘણા ગ્રંથાલયમાં લાંબા સમયથી ગ્રંથપાલની જગ્યાઓ ખાલી પડેલી છે.
રાજ્યમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ખુલ્લું રહેતું શેઠ માણેક લાલ જેઠાભાઈ પુસ્તકાલય દક્ષિણ ગુજરાતમાં નવસારીનું શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય, રાજકોટની ૧૬૦ વર્ષ જૂની લેંગ લાઈબ્રેરી, ભાવનગરની બાર્ટન લાઈબેરી શ્રેષ્ઠ ગ્રંથાલય ગ્રંથ મંદિરો છે. જેની મુલાકાત લેવી જ રહી.
રાજકોટ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં સાહિત્ય પ્રેમી યુવાનો દ્વારા વાંચન પ્રવળત્તિને વેગ મળે તે માટે પુસ્તક પરબ જેવા પ્રોજેક્ટ અમલમાં મૂકયા છે. ગુજરાતના ઔદ્યોગિક ગળહો, સહકારી સંસ્થાઓ, બોર્ડ-નિગમો, સુખી અને માનવતા પ્રેમી દાતાઓએ ગ્રંથાલયોને સહાયરૂપ થવા આગળ આવવું જોઈએ. રાજ્ય સરકારે પણ લોક ભાગીદારી દ્વારા પરિણામલક્ષી પ્રયાસો કરવા જોઈએ. દરેક ગામમાં પુસ્તકાલય વાંચન સેવા કેન્દ્ર શરૂ થાય દર વર્ષે ગામ નગરમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી થાય, વાચે ગુજરાત જેવું અભિયાન નિરંતર ચાલુ રાખવું જોઈએ. સરકારના મંત્રીઓ અધિકારીઓ ગામની મુલાકાતે જાય ત્યારે ગામમાં પુસ્તકાલય ન હોય તો શરૂ કરાવવું જોઈએ.
શાળા કોલેજમાં સપ્તાહમાં એક દિવસ ફરજિયાત વાંચન કરાવવું જોઈએ. સરકારી-અર્ધસરકારી કે સંસ્થાઓના કાર્યક્રમમાં બુકે નહીં પરંતુ બુક દ્વારા સ્વાગતની પ્રથા અમલમાં મૂકવી. રાજ્યના દરેક તાલુકા જિલ્લા મથકોમાં વર્ષમાં એકવાર પુસ્તક મેળા યોજવા જોઈએ. ઉદ્યોગપતિઓ, જાહેર સાહસો, એસોસીએશનો, ધાર્મિક સંસ્થાઓ, વતન પ્રેમી દાતાઓનો ગામ-નગરમાં પુસ્તકાલય શરૂ કરવામાં સહકાર લેવો જોઈએ. ગ્રંથાલય ધારાનું યોગ્ય અમલ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે તો આવનારા દિવસોમાં સમળદ્ધ ગુજરાત સંસ્કારી ગુજરાત બનશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. (૧૬.૩)
સંકલન : અનુપમ દોશી,
સાહિત્ય સેતુ - રાજકોટ મો. ૯૪૨૮૨૩૩૭૯૬

(3:32 PM IST)










