તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th November 2024
શ્રીમદ્દ રાજચંદ્ર જયંતિ નિમિતે બેન્ડની સુરાવલીઓ સાથે શોભાયાત્રા

રાજકોટ : આજે શ્રીમદ્દ રાજચંદ્રજીની જન્મ જયંતિ છે. મહાત્મા ગાંધીજીને આધ્યાત્મિક જ્ઞાન તેઓએ પીરસ્યુ હોય તેમના માટે ગુરૂ સમાન હતા. ગુજરાતના વડનગરમાં તેમનો જન્મ થયો હતો. વવાણીયામાં પણ તેમની સ્મૃતિ તાજી કરાવતું વિશાળ સંકુલ ઉભુ કરાયુ છે. સત્ય, અહિંસા, સરળતા અને સાદગીના નિયમોને જીવનભર અનુસરી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિષે દુનિયાને અલગ રાહ બતાવનાર શ્રીમદ્દ રાજચંદ્રજીની આજે જન્મ જયંતિ નિમિતે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા બેન્ડની સુરાવલીઓ સાથે નિમળી હતી. મુખ્ય માર્ગો પર ફરી આ શોભાયાત્રા શ્રીમદ્દ રાજચંદ્ર ભવન ખાતે પહોંચી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:31 PM IST)










