<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રાજકોટ ચેમ્‍બર દ્વારા GSTના પ્રશ્‍નોની રજુઆત

 

રાજકોટ, તા.૧૫: તાજેતરમાં તા.૧૨ અને ૧૩ નવેમ્‍બર ૨૦૨૪ના રોજ CGST અમદાવાદ ઝોન તથા ગુજરાત સ્‍ટેટ GSTના સંયુકત ઉપકમે પ્રિન્‍સીપાલ ચીફ કમિશનર શ્રીમતી બી.વી. શિવાનાગા કુમારીની અધ્‍યક્ષતામાં તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતીમાં GST અંતર્ગત સુધિઓમાં વધારો કરવા, રિફંડ અંગે, ઓડિટ અંગે તેમજ ફરીયાદોનું નિરાકરણ લાવવા વિગેરે બાબતો માટેના પ્રશ્‍નો-સુચનો રજુ કરવા ટેક્ષપેયર્સ તથા ટ્રેડ એસોસીએશનો સાથે વેબીનાર યોજવામાં આવેલ.

જેમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમસં એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ઓનલાઈન જોડાયેલ હતા. જેમાં ખાસ કરીને સમગ્ર GST પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્‍ચેના કોઈ તબકકે કોઈ જાતની ગેરરીતી આચરવામા આવે તો છેલ્લો વ્‍વહાર કરનાર વ્‍યકિતએ ભોગ બનવું પડે છે કે જેને નિયમોનુસાર મળવાપાત્ર ITC મેળવેલ હોવા છતા તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્ષ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરૂરી છે તે સબબ રજુઆત કરવામાં આવેલ તેમજ GST એકટમાં ટેક્ષ પેયરની સલામતી માટે યોગ્‍ય અને ચુસ્‍ત પ્રાવધાન કરવું જરૂરી છે. તેમજ રીસ્‍કી એક્‍સપોટરનું ટેગ હોય તો તેઓને મીનીમમ ૭૦% રીફંડ આપવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે

(3:20 PM IST)