તા. ૧૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૮ શુક્રવાર
News of Saturday, 9th November 2024
હસનવાડીમાં મંગળવારે તુલસી વિવાહ ઉજવાશે
કાલે સાંજીના ગીત, સોમવારે ડીસ્કો ડાંડીયા, મંગળવારે હસ્તમેળાપ

રાજકોટઃ શહેરના હસનવાડી ખાતે શ્રી રંગીલા યુવા ગ્રુપ દ્વારા તા.૧૨ મંગળવારના રોજ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. શ્રી રંગીલા યુવા ગ્રુપ આયોજીત તુલસી વિવાહમાં યજમાન પદે હંસાબેન તથા હિરાભાઇ મચ્છાભાઇ સરસીયા, ધર્મરાજની સુપુત્રી વૃંદા (તુલસીજી)ના વિવાહ શાલીગ્રામ (ઠાકોરજી) દેવકીનંદન શ્રી વાસુદેના પુત્ર યજમાનપદે કૃતિકાબેન તથા જયેશકુમાર ઇન્દુભાઇ ઉપાધ્યાયની રૂડી જાન લઇને આવશે. તા.૧૨ મંગળવાર શુભદિને લગ્ન નિરધાર્યા છે.
સાંજી (ગીતગુંજન) રવિવારે રાત્રે ૯ કલાકે, મંડપ મુહુર્ત તા.૧૧ સોમવાર બપોરે ૪-૧૫ કલાકે, ડીસ્કો ડાંડીયા (ઓશોબીસ્ટના સથવારે લાઇવ) તા.૧૧ સોમવારે રાત્રે ૮:૧૫ કલાકે, જાન આગમન તા.૧૨ મંગળવાર સાંજે ૬-૧૫ કલાકે ભોજન મહાપ્રસાદ સાંજે ૭-૧૫ કલાકે, હસ્ત મેળાપ સાંજે ૮-૧૫ કલાકે રાખેલ છે.
સમગ્ર કાર્યક્રમ શ્રી રંગીલા હનુમાનજી પટાંગણમાં, હસનવાડી શેરી નં.ર, બજરંગ ચોક, ખાતે યોજાશે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કાનાભાઇ જે. ડાભી ૯૮૯૮૬ ૮૭૦૬૭, ઉપપ્રમુખ અંકુરભાઇ મનાણી, મહંત દિનુબાપુ ગોસાઇ, હિરાભાઇ સરસીયા, ખોડાભાઇ ડાભી, ભાવેશભાઇ સિધ્ધપુરા, અશોકભાઇ પીઠડીયા, દિનેશભાઇ જે. ડાભી, હરેશભાઇ શિયાળ, હાજીભાઇ ડાભી જહેમત ઉઠાવી રહયા છે.( તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:33 PM IST)










