તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th November 2024
‘છોકરા બાબતે કેમ ફોન કર્યો' કહી દંપતી પર મામાના દીકરા પરેશે ધોકાથી મારમારી કારનો કાચફોડી નાખ્યો
ચંદ્રેશનગરમાં બનાવઃ ગીતાબેન પાંઉની મામાના દીકરા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: મવડી રોડ ચંદ્રેશનગરમાં કારમાં જઇ રહેલા દંપતીને રોકી છોકરા બાબતે ફોન કર્યો કહી મહિલાના મામાના દીકરાએ ધોકાવડે મહિલા તથા તેના પતિ પર હુમલો કરી કારનો કાચ ફોડી નાખતા માલવીયા નગર પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગુરૂપ્રસાદ ચોક ત્રીવેણીનગર શેરી નં. ૩ માં રહેતા ગીતાબેન સંજયભાઇ પાંઉ (ઉ.વ. ૪૮) એ માલવીયા નગર પોલીસમાં ેતના મામાના દીકરા પરેશ શિવાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવીછે. ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે પોતે સાથે કામ અર્થે કારમાં બજારમાં જતા હતા. દરમ્યાન ચંદ્રેશનગર મેઇન રોડ પર પહોંચતા પોતાના મામાનો દીકરો પરેશ ચાવડા કારમાં આવતા પોતાને જોઇ જતા પોતાની કાર આગળ તેની કાર ઉભી રાખી દઇ ‘તું નીચે ઉતર' તેમ કહેતા પોતે કારમાંથી નીચે ઉતરતા પરેશ પોતાને ગાળો આપતા પોતે તેને ગાળો આપવાનીના પાડતા તેણે કહેલ કે તેમને કેમ અગાઉ ફોનમાં ગાળો આપી હતી પોતે કહેલ કે તે બાબત આપણે સમાધાન થઇ ગયુ છે. તેમ કહેતા પરેશ માન્યો નહી અને તેણે લાકડાનો ધોકો ફટકારી પોતાની કારનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. પોતે તથા પતિ બંને વચ્ચે પડતા બંનેને પરેશે મારમાર્યો હતો. દેકારો બોલતા પરેશે હવે તું મને કયાંય ભેગી થશે તો તને જાનથી મારી નાખીશ ધમકી આપી ભાગી ગયો હતો. આ બનાવમાં પોતાના પુત્ર વધુ પ્રતીક્ષા તેના નાના દીકરા ધનવીર (ઉ.વ. ૪) ને લઇને પોતાને પુછયાવગર જતી હોઇ તે અંગે પોતે તથા પોતાનો પુત્ર બંને તેની પાટલા સાસુ અન્નપૂર્ણાના ઘરે જઇ પૂછવા માટે ગયા ત્યારે પોતાને તેની સાથે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખી તેના પતિ પરેશ ચાવડા એ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોતે માલવીયાનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ એ.વી. ચાવડા સહિતે તપાસ હાથધરી છે.
(2:23 PM IST)










