<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જલાબાપાના જયઘોષથી ગગન ગુંજયુઃ દર્શનીય શોભાયાત્રાઃ સાંજે મહાપ્રસાદ

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટયા ત્‍યાં શ્રી જલારામ, જનસેવાનું કરવા કામ... : શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિનું પરંપરાગત આયોજનઃ રાજમાર્ગો પર યાત્રાનું ભાવભીનું સ્‍વાગતઃ ૭.૩૦ વાગ્‍યે વિરાણી હાઇસ્‍કુલના મેદાનમાં વિરામ :રાજકોટના શ્રી જલારામ મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા : વિશેષ આરતી-પૂજન-સુશોભન સાથે જલારામ જન્‍મોત્‍સવની ભાવસભર ઉજવણી

રાજકોટ : આજે પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મ જયંતિની ચોમેર ઉજવણી થઇ રહી છે. ત્‍યારે રાજકોટમાં ભીલવાસ ચોક ખાતે આવેલ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે વિશેષ આરતી પૂજન સાથે ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે. મંદીરમાં અનેરૂ સુશોભન કરાયુ છે. વહેલી સવારથી ભાવિકો બહોળી સંખ્‍યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. જેની પ્રતિતિ કરાવતી તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮ :.. શ્રી જલારામ જન્‍મોત્‍સ્‍વ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત પૂ. શ્રી જલારામ બાપાની શોભાયાત્રા આજે સાંજે ૪.૩૦ કલાકે ચૌધરી હાઇસ્‍કુલના પટાંગણમાં સંતો - મહંતોની ઉપસ્‍થિતિમાં દિપ પ્રાગટય - સ્‍વાગત પ્રવચન - સંતોના આર્શીવચન સાથે પ્રસ્‍થાન થઇ ચૂકી છે.

રાજકોટના રાજમાર્ગોથી પસાર થશે ત્‍યારે ઠેરઠેર, ચોકે ચોકે શોભાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત થશે. ભાવિકો માટે સરબત પ્રસાદ, લાઇવ ઢોકરા, કોલ્‍ડીંકસ, પેંડાની પ્રસાદી, બુંદી ગાંઠીયાની પ્રસાદી આપવામાં આવશે.

વોર્ડ નં. ૧૦ નો જલારામ બાપાનો ફલોટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. જેમાં ગંગા-જમના સરસ્‍વતી, રામ જલારામ વીબરાઇમા લાઇવ પાત્રમાં અનેરી જમાવટ છે. વીરબાઇમાનો રોટલો ઘડતી દિકરીઓ લાઇવ સ્‍વરૂપે જોવા મળે છે. સાથે ૧૮ જેટલા વિવિધ ધાર્મિક ફલોટસ, હરતું ફરતું અન્નક્ષેત્ર -અન્નપૂર્ણા રથ તથા નાના ભુલકાઓ જલારામ બાપાનાં જીવંત પાત્રમાં શોભાયાત્રામાં જોડાયા છે.

શોભાયાત્રામાં જ રાજકોટ લોહાણા મહાજન, રઘુવંશીની વિવિધ સંસ્‍થાઓ, મહિલા મંડળો, રઘુવંશી અગ્રણીઓ, સર્વે જલારામ ભકતો ટ્રાન્‍સપોર્ટ એસોસીએશનના હોદેદારો, રઘુવંશી પરિવારના અગ્રણીઓ વગેરે ચોૈધરી હાઇસ્‍કુલ ખાતે ઉપસ્‍થિત રહેશે.

ચોૈધરી હાઈસ્‍કુલ ખાતે સંતોના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી, સંતો પુષ્‍પગચ્‍છ તથા ખેસ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. આર્ય વિદ્યામંદિરના પુ.શ્રી સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતી મહારાજ આર્ય વિદ્યા મંદિર મુંઝકા ગુરૂકુળ સ્‍વામીનારાયણ મંદિરના સંતો તથા શ્રી અનમોલદાસજી મહારાજ લાલ હનુમાન મંદિર- નવાગામ સહિત સંતગણ ઉપસ્‍થિત રહ્યા હતા. સંતોના આર્શીવચન બાદ શોભાયાત્રાનું ચોૈધરી હાઇસ્‍કુલમાં પટાંગણમાંથી પ્રસ્‍થાન જય જય જલારામના નાદ સાથે કરાવાયું હતું.

ગત વર્ષની ૨૨૪મી જલારામ જયંતિમાં નંબર મેળવનાર બેસ્‍ટ ફલોટસ હોલ્‍ડરોનું શિલ્‍ડ દ્વારા સંતોના વરદહસ્‍તે સન્‍માન કરવામાં આવેલ.

આ વર્ષની શોભાયાત્રામાં ૧૮ જેટલા મોટા ફલોટસ ફોરવ્‍હીલર- ૩-વ્‍હીલર સાથે સામેલ થયા છે. શ્રી યોગીન છનીયારાનો સહકાર પ્રાપ્‍ત થયેલ છે. ચોૈધરી હાઈસ્‍કુલના પટાંગણમાં ગીરીરાજ કોલ્‍ડ્રીંકસ કમલેશભાઇ બુધ્‍ધદેવ દ્વારા સર્વ જલારામ ભકતોનું ઠંડા શરબતથી સ્‍વાગત કરવામાં આવેલ. તમામ- ભાવિકોને પુ.શ્રી જલારામબાપાનો ખેસ-પ્રસાદી સ્‍વરૂપે આપવામાં આવેલ.

શોભાયાત્રાનું ‘સંકલન'શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિના રમેશભાઇ ઠકકર રમેશભાઇ ઠકકર(૯૯૦૯૯ ૭૧૧૧૬), પ્રવિણભાઇ કાનાબાર (૯૮૨૪૨ ૬૫૩૦૦), અશોક હિંડોચા (૯૪૨૬૨ ૫૪૯૯૯), નવીનભાઇ છગ (૯૬૨૪૪ ૩૪૪૯૬), રમણભાઇ કોટક (૯૮૭૯૫ ૭૦૦૯૦), મનુભાઇ જોબનપુત્રા (૯૨૨૮૨ ૨૩૦૨૨) મયંકભાઇ પાઉ(૯૮૨૫૨ ૩૬૯૪૭), કલ્‍પેશભાઇ તન્ના (૯૪૨૭૨ ૨૦૧૭૮), મનીષભાઇ સોનપાલ, અશ્‍વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી, જશુમતીબેન વસાણી, સોનલબેન અવનીબેન ઉધ્‍ધવકાનાબાર પિયુષભાઇ, ભાવિનભાઇ તથા સર્વે જલારામભકત દ્વારા કરવામાં આવી રહયું છે.

રઘુવંશી પરિવાર ચે.ટ્રસ્‍ટના સર્વે અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાશે.

શોભાયાત્રાનું દાઉદી વ્‍હોરા સમાજ, મુસ્‍લીમ સમાજ, લઘુમતિ સમાજ, શહેર ભાજપ, શહેર કોંગ્રેસ, શિવસેના, વિવિધ રાજકીયપક્ષો તથા અકિલા પરિવાર, સાંજ સમાચાર પરિવાર, વિવિધ વેપારી એશોશીએશનો, ગરબી મંડળો, રઘુવંશીની વિવિધ સંસ્‍થાઓ મહિલા મંડળો દ્વારા શાનદાર સ્‍વાગત કરવામાં આવશે. સદર બજાર મિત્ર મંડળ- વેપારીઓ- ઘી કાંટા, ધર્મેન્‍દ્ર રોડ, વેપારી એશોસીએશનો, રાજદેવ પરિવાર વગેરે દ્વારા પણ શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવશે.

શોભાયાત્રા- વિરાણી હાઇસ્‍કુલ પટાંગણમાં સાંજે ૭:૩૦ કલાકે વિરામ પામશે. જલારામધામ, શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટસ્‍ટ્ર દ્વારા બનાવવામાં આવેલ છે. ત્‍યાં મહાઆરતી મહાપ્રસાદ સાંજે ૭:૪૫ કલાકથી યોજવામાં આવેલ છે. જેમાં પધારવા સર્વે જલારામભકતોને ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.(૨.૨૩)

(3:51 PM IST)