News of Thursday, 7th November 2024
રાજકોટમાં નિવૃત બેન્ક અધિકારી મહેન્દ્રભાઈ મહેતાને મુંબઈ પોલીસના નામે ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ ૫૬ લાખ પડાવી લીધા!
મની લોન્ડરિંગમાં તમે સામેલ છો, ૨૪૭ લોકો સાથે તમે પણ ફ્રોડ કર્યું છે: ક્રોસ વેરિફિકેશન બાદ તમને નાણા પાછા મળી જશે કહી રૂપિયા બે ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા: સેબીનો એન્ટી મની લોન્ડરીંગનો લેટર તથા ડાઈરેક્ટરેટ ઓફ એનફોર્સમેટના કાગળો, આરબીઆઇ, કેનેરા બેંકના સ્ટેટમેન્ટ મોકલી છેતર્યા: સવાર સાંજ રિપોર્ટ કરવાનો, ફોટા પાડીને મોકલવાનું કહેવાતું: શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ ડિજિટલ એરેસ્ટ કરી લાખો પડાવી લેતાં સાયબર ગઠિયાઓએ શહેરમાં રહેતા નિવૃત્ત બેન્ક અધિકારીને છેતરી ૫૬ લાખ પડાવી લીધા છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે
મહેંદ્રભાઇ અંદરજીભાઇ મહેતા (ઉ.વ-૭૩ રહે- વ્રજ નીકુંજ, હસન વાડી શેરી નં-૨, પહેલી બંધ શેરી,,કેશર મંડપ સર્વીસ ચોકની પાસેની ફરિયાદ પરથી બે ફોન નંબર અને બે બેન્ક એકાઉન્ટના ધારકો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૦૮ (૨), ૩૫૧ (૨), ૩૧૯ (૧), ૨૦૪, ૩૩૬ (૨) (૩), ૩૪૦ (૨) તથા આઇટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ભોગ બનેલા મહેદ્રભાઇ અંદરજીભાઈ મહેતાએ જણાવ્યુ છે કે હું ઉપર પરીવાર સાથે રહુ છું અને પંજાબ નેશનલ બેંક સુરત ખાતેથી નિવૃત થયેલ છું. મીબાઇલમાં હું વોટસએપ વાપરૂ છું. ગઇ તા.૧૧/૦૭/૨૦૨૪ના રોજ હું મારા પત્ની સાથે હોસ્પીટલે હતો ત્યારે સવારના સમયે કોઇ અજાણ્યા નંબરથી ફોન આવેલ જે વ્યક્તિ હીન્દીમાં વાત કરતી હતી. તેણે મને કહેલ કે હુ પોલીસ ઇન્સપેકટર બૉલુ છું અને તમારા વિરૂધ્ધ તીલક નગર પોલીસ સ્ટેશન મુંબઇમાં એફ.આઇ.આર. દાખલ થયેલ છે અને વધુ માહીતી માટે અમાસ વિનાયક સરનો મોબાઇલ પર કોલ કરવો. ત્યાર બાદ આ મોબાઇલ પર કોલ કરતા લાગેલ નહી.
થોડીવારમાં મારા મોબાઈલમાં વોટસએપમાં કોલ આવેલ તે વ્યક્તિ હિન્દીમાં વાત કરતી હતી અને મને કહેલ કે તમારા આધાર કાર્ડ પર કેનરા બેંકમાં એકાઉન્ટ ખુલેલ છે જેમા એકાઉન્ટની ઓપનીંગ બેલેસ ૨.૫ કરોડ છે અને તમારૂં આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયેલ છે તેમજ મની લોન્ડરીંગમાં ઉપયોગ થયેલ છે અને તમારૂ એરેસ્ટ વોરંટ કાઢવામાં આવેલ છે અને નરેશ ગોયલ નામના વ્યક્તીએ કુલ ૨૪૭ વ્યક્તીઓ સાથે કોડ કરેલ છે અને તેમાં તમેપણ ફરોડમાં સંડોવાયેલ છો તેમ કહેલ હતું.
ત્યારપછી આ અજાણ્યો વ્યક્તીએ મને દર બે કલાકે વોટસએપમાં કોલ કરી રીપોર્ટ કરવાનું કહેતો હતો અને મારો સવાર બપીર-સાંજ ફોટો પાડી તેના વોટ્સએપમાં મોકલવાનું કહેતો તે મુજબ હું મારા ફોટા મોકલતો હતો.
એ પછી અજાણ્યા મોબાઇલ પરથી વોટસએપમાં મને સેબીનો એન્ટી મની લોન્ડરીંગ બાબતેનો લેટર તથા ડાઈરેક્ટરેટ ઓફ એનફોર્સમેટ તથા આર.બી.આઈનો લેટર તથા કેનરા બેંકનું મારા નામ વાળુ એટીએમ કાર્ડ તથા કેનરા બેંકનું મારા નામ વાળુ બેંક સ્ટેટમેંટ વગેરે મારા નામ વાળા ડૉક્યુમેટ મને વોટ્સએપ મારફત મોકલતો હતો.
તેમજ મારી માલીકીની તમામ મિલકત તથા મારા તમામ બેંક એકાઉન્ટમાં પડેલ નાણા તેમજ મે કરેલ મ્યુચ્યુલ ફંડના રોકાણ બાબતેની માહીતી તથા સ્ટોક માર્કેટમા મેં કરેલ ઇન્વેસ્ટમેંટ બાબતેની તમામ માહીતી મારી પાસે માંગતો હતો જેથી તેને આપી દીધેલ હતી. ત્યાર બાદ આ અજાણ્યા મોબાઇલ નમ્બરવાળાએ મને કહેલ તમારા પાસે રહેલ તમામ નાણા મની લોન્ડરિંગના છે કે નહી તે બાબતે ક્રોસ વેરીફીકેશન નાણા ટ્રાન્સફર કરવા પડશે. પછી તેણે આપેલ બેંક એકાઉન્ટ નંબરોમા મને પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવેલ હતું જેથી મેં ૬ લાખ અને ૫૦ લાખ મળી કુલ ૫૬ લાખ ટ્રાન્સફર કરી દીધા હતાં. એ પછી તેણે મને કહેલ કે તમારા નાણા તમને ત્રણ દીવસ પછી ઓડિટ વેરીફીકેશન કરી પરત આપી દેવામાં આવશે.જો કે બાદ છ દીવસ સુધી કોઈ જવાબ ન મળતા મેં આ અજાણ્યા મોબાઈલ નંબર વાળાનો સંપર્ક કરતા કોન્ટેક્ટ થયેલ નહી. મે અવાર નવાર કોશિશ કરતા કોઇ કોન્ટેકર ન થતા મારા પૌત્ર દીપ મહેતાને બનાવની વાત કરેલ તેણે મબે કહેલ કે તમારી સાથે ફોડ થયેલ છે જેથી આ બનાવ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરતા કરી ફરિયાદ કરી હતી.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પીઆઇ બી.બી. જાડેજાએ ફરિયાદ નોંધતા હેડકોન્સ. દીપકભાઈ પંડિતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ કે.એસ. દેસાઈએ હાથ ધરી છે.
(9:42 PM IST)










