News of Thursday, 7th November 2024
કાલે રાજકોટના માર્ગો ઉપર જય જલારામનો નાદ ગુંજશે : ભવ્ય શોભાયાત્રા
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા જલારામ શોભાયાત્રાનું આયોજનઃ સર્વધર્મ પ્રેમીજનોને આમંત્રણ : આવતીકાલે સાંજે ૪ વાગે ચૌધરીના મેદાન ખાતેથી શોભાયાત્રાનો થશે પ્રારંભ, વિરાણીનું ગ્રાઉન્ડ (જલીયાણ ધામ) ખાતે સમાપન : વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત, ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા : એમ્બ્યુલન્સ સાથે તબીબોની ટીમ ખડેપગે સેવા આપશે : સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પૂ. જલારામ શોભાયાત્રાનું આમંત્રણ આપતા સર્વશ્રી રમેશભાઇ ઠક્કર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા અને અશ્વિન મીરાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ : આવતીકાલે પૂ. જલારામબાપાની રરપ મી જન્મજયંતિ છે આ નિમિત્તે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૌધરી હાઇસ્કુલ ખાતેના મેદાન ખાતેથી સાંજે ૪ વાગ્યાથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને વિરાણી હાઇસ્કુલ (જલીયાણધામ) ખાતે સમાપન થશે. વિવિધ સંગઠનો દ્વારા ઠેર-ઠેર જગ્યાએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંતો-મહંતો આશીર્વચન આપશે. મોટી સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાશે. આ અંતર્ગત આજે રાત્રે ૯.૩૦ વાગ્યાથી સંકલન સમિતિની બેઠક રાખેલ હોવાનું જણાવાયું છે.
આવતીકાલે સાંજે ૪ વાગ્યાથી ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાંથી પરંપરાગત શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે હરીહર ચોક, સદર બજાર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, જયુબીલી બાગ, નાગરિક બેંક ચોક, ધર્મેન્દ્ર રોડ ત્રિકોણ બાગ ચોક થઇ વિરાણી હાઇસ્કુલના મેદાનમાં સમાપન થશે.
જયાં મહાઆરતી બાદ મહાપ્રસાદનુ઼ આયોજન કરવામાં આવ્યું છે.
કેશરીયા વાડી ખાતે
રાત્રે સંકલન સમિતિની બેઠક
રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત શ્રી જલારામ શોભાયાત્રામાં સામેલ થનાર ફલોટની યાદી આ મુજબ છે.
(૧) શ્રી જલારામ જન્મોત્સ્વ સમિતિ રાજકોટનો મુખ્ય ફલોટ મોખરે રહેશે. જેમાં પૂ. શ્રી જલારામ બાપાની દિવ્ય મૂર્તિ સાથે સંતગણ રહેશે. (ર) શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૧૦ નો ધાર્મિક ફલોટસ (હ. પરેશભાઇ તન્ના વોર્ડ નં. ૧૦), (૩) રાજુભાઇ ચોટાઇ રઘુવંશી યુવા ગ્રુપ ડેરીલેન્ડ વિસ્તારના ત્રણ ફલોટસ (હ. શ્રી રાજુભાઇ ચોટાઇ ગ્રુપ), (૪) મનુભાઇ જોબનપુત્રા દેવપરા શાક માર્કેટ એસોસીએશનનો ધાર્મિક ફલોટ (હ. શ્રી મનુભાઇ જોબનપુત્રા), (પ) શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટનો અન્નપૂર્ણ રથનો ફલોટ, હરતું ફરતું અન્નક્ષેત્ર - ધાર્મિક ફલોટ (હ. યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, પિયુષભાઇ, દિનેશભાઇ), (૬) બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ત્રણ ફલોટસ વિવિધ ધાર્મિક કૃતિ-જીવંત પાત્રો સાથે (૭) અમીતભાઇ અઢીયાનો ધાર્મિક ફલોટ વોર્ડ નં. ૮ લક્ષ્મીનગર વિસ્તાર (હ. અમીતભાઇ અઢીયા), (૮) એનીમલ હેલ્પ લાઇનો ફલોટ (મીતલભાઇ ખેતાણી), (૯) ગીર ગંગા ચેરીટેબલ ટ્રસ્ટનો સામાજીક ફલોટ (૧૦) સદભાવના વૃધ્ધાશ્રમનો સામાજીક ફલોટ (૧૧) શ્રી રમેશભાઇ ગણાત્રાનો ધાર્મિક ફલોટ વીલ્ટેજ કારમાં જલારામ બાપાના દર્શન (૧ર) સોનલબેન સોમૈયા વોર્ડ નં. ૧૮ નો જલારામ બાપાના જીવંતપાત્રો સાથેનો ફલોટ (૧૩) શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડા-વાંકાનેરનો ધાર્મિક ફલોટ (૧૪) શ્રી રઘુવંશી ચિલ્ડ્રન-સોસાયટીના બાળકો - વિવિધ પંચભુષામાં જીવંત પાત્રામાં શોભાયાત્રામાં ઉપસ્થિત રહી. આકર્ષણનું કેન્દ્ર બનશે. હ. શ્રી રમણભાઇ કોટક, (૧પ) નરેન્દ્રભાઇ ખોલીયાનો ટુ-વ્હીલરનો આકર્ષક ફલોટ (૧૬) ભાવિનભાઇ શ્રી જલારામ બાપાની જીવંત પાત્રમાં સામેલ થશે.
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ- રાજકોટ દ્વારા આયોજીત પુ.શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતિ- કારતકસુદ સાતમ તા.૮ શુક્રવારે શોભાયાત્રાને આખરીઓપ આપવા તથા શોભાયાત્રાનું સંકલન કરવા માટે આજે તા.૭ ગુરૂવારે રાત્રે ૯:૩૦ કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે તમામ જલારામભકતો, જલારામ રઘુવંશી અગ્રણીઓ વિવિધ ફલોટસ હોલ્ડરો તથા સામાજીક સંસ્થાઓની બેઠક યોજવામાં આવેલ છે. જેમાં શોભાયાત્રાને આખરી ઓપ આપી શોભાયાત્રાને સફળ બનાવવામાં આવશે.
આ મીટીંગમાં તમામ જલારામભકતોને ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઇ ઠકકર(૯૯૦૯૯ ૭૧૧૧૬), પ્રવિણભાઇ કાનાબાર (૯૮૨૪૨ ૬૫૩૦૦), અશોક હિંડોચા (૯૪૨૬૨ ૫૪૯૯૯), નવીનભાઇ છગ, રમણભાઇ કોટક, મનુભાઇ જોબનપુત્રા, મનીષભાઇ સોનપાલ, મયંકભાઇ પાઉ(૯૮૨૫૨ ૩૬૯૪૭), કલ્પેશભાઇ તન્ના (૯૪૨૭૨ ૨૦૧૭૮), અશ્વિનભાઇ મીરાણી, યજેશભાઇ મીરાણી, ભાવિનભાઇ, વજુભાઇ, પિયુષભાઇ, શ્રી હિતેન્દ્રભાઇ, શ્રી વિનોદભાઇ, શ્રી દિનેશભાઇ, અશ્વિનભાઇ (જલારામ), વિઠલાણી ભાઇ તથા તમામ જલારામભકતો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગતવર્ષના પસંદગી પામેલા ફલોટસ હોલ્ડરોનું જલારામ જયંતિએ બહુમાન કરી શિલ્ડ આપવામાં આવશે.(૯.ર૧)
જલારામ શોભાયાત્રાનો રૂટ
રાજકોટ : તા.૮ શુક્રવારે સાંજે ૪ કલાકેથી ૪:૩૦ સુધી શ્રી ચોૈધરી હાઇસ્કુલની પટાંગણમાંથી સંતો-મહંતોની ‘સ્વાગત' વિધિ દિપપ્રાગટય કાર્યક્રમની રૂપરેખા સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાંજે ૪:૪૫ વાગે હરીહરચોક- ઘોડાગાડી સ્ટેન્ડ સદરબજાર જશે, શ્રી વિનોદ બેકરી, ફુલછાબચોક જશે. સાંજે ૫ કલાકે શ્રી અકિલા પ્રેસ ચોક, સાંજે ૫:૧૫ કલાકે મોટી ટાંકીચોક- જલારામ ચીકી, લીમડાચોક- જવાહર ચોક, આલ્ફેડ હાઇસ્કુલ- પાસેથી પસાર થશે. સાંજે ૫:૩૦ જયુબેલીબાગ, સેન્ટ્રલબેંક નાગરીક બેંક, પરાબજાર, સાંજે ૬ કલાકે ધર્મેન્દ્ર રોડ વિસ્તાર, સાંજે સાંગણવા ચોક- રાજશ્રીસીનેમા ચોક, સાંજે ૬-૩૦ કલાકે પ્રહલાદ મેઇન રોડ અંબિકાગરબી મંડળ, સાંજે ૬-૪૫ કરણપરાચોકથી કેશરીયા લોહાણા મહાજનવાડી કિશોરસિંહજી મેઇન રોડ, સાંજે ૭ કલાકે કનકરોડ- શિવશકિત ટ્રાવેલ્સથી ફાયરબ્રિગેડ- કોર્પોરેશનચોક, સ૭-૧૫ ત્રિકોણબાગચોકથી માલવિયા ચોક, ૭-૨૫ ઇજનેર કચેરીથી રામકૃષ્ણ આશ્રમ- યાજ્ઞિક રોડ, ૭:૩૦ કલાકે કમીશ્નર બંગલા પાસેથી પસાર થઇ નાગરબોર્ડિંગ થઇ વિરાણી હાઇસ્કુલ પટાંગણમાં પહોંચશે- જયાં શોભાયાત્રા વિરામ પામશે. સાંજે ૭:૪૫ પુ.શ્રી જલારામબાપાની મહાઆરતી, રાત્રે ૮ કલાકે મહાપ્રસાદ.
પૂજય શ્રી જલારામ બાપાનું તેમના ભકતોને વચન
મારા માર્ગ પર પગ રાખીને તો જો, તારા સર્વ માર્ગ ખોલી ન દઉં તો કહેજે, મારા માટે ખર્ચ કરીને તો જો, કુબેરના ભંડાર ન ખોલી દઉં તો કહેજે.
મારા તરફ આવીને તો જો, તારું ધ્યાન ન રાખું તો કહેજે, મારી વાતો લોકોને કરીને તો જો, તને મૂલ્યવાન બનાવી ન દઉં તો કહેજે.
મારા ચરિત્રનું મનન કરીને તો જો, જ્ઞાનના મોતી તારામાં ભરી ન દઉં તો કહેજે,
મને તારો મદદગાર બનાવીને તો જો, તને બધાની ગુલામીમાંથી મુકત ન કરાવી દઉં તો કહેજે.
મારા માટે આંસુ પાડીને તો જો, તારા જીવનમાં આનંદના સાગર ના વહાવું તો કહેજે, મારા માટે કંઈક બનીને તો જો, તને કિંમતી ન બનાવી દઉં તો કહેજે, સ્વયંને ન્યૌછાવર કરીને તો જો, તને મશહુર ન કરી દઉં તો કહેજે.
મારું કીર્તન કરીને તો જો, જગતનું વિસ્મરણ ન કરાવી દઉં તો કહેજે,
તું મારો બનીને તો જો, હર એક ને તારા બનાવી ન દઉં તો કહેજે.
(સંકલન)
અશોક હિન્ડોચા (માનદમંત્રી)
શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટ મો. ૯૪૨૬૨ ૦૧૯૯૯
શોભાયાત્રામાં સંતગણની ઉપસ્થિતિ
(૧) શ્રી સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ આર્ય વિદ્યા મંદિર-મુંઝકા, (ર) સ્વામીનારાયણ ગુરૂકુળના સંતો - ઉપસ્થિત રહેશે. (૩) પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ સદ્્ગુરૂ સ્વામી શ્રી હરિચરણદાસજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજ રામજી મંદિર ગોંડલ, મહાઆરતી ‘મહાપ્રસાદ' સમયે ઉપસ્થિત રહી. આર્શીવચન પાઠવશે. શ્રી રઘુવંશી પરિવાર ચે. ટ્રસ્ટ -રાજકોટ દ્વારા આયોજીત મહાઆરતી-મહાપ્રસાદ સમયે. (૪) શ્રી અનમોલદાસજીબાપુ, શ્રી લાલ હનુમાન મંદિર -નવાગામ
(૯.રર)
(4:13 PM IST)










