તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th November 2024
ભક્તિનગરની શી ટીમને બે પર્સ રેઢા મળ્યાઃ મુળ માલિકને શોધી પરત કર્યા
ગુંદાવાડી બજારમાં રોકડ કાઢી ઓરીજીનીલ ડોક્યુમેન્ટ્સ સાથેના પર્સ ફેંકી દેવામાં આવ્યા હતાં

રાજકોટઃ ગુંદાવાડીની બજારમાં ભક્તિનગર પોલીસની શી ટીમ ખાસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે પર્સ રેઢા મળ્યા હતાં. જેમાંથી કદાચ રોકડ કાઢીને ફેંકી દેવાયા હતાં. જે પૈકી એક પર્સમાં મા અમૃતમ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ત્રણ એટીએમ કાર્ડ, પેન્શન કાર્ડ સહિતના ઓરીજીનલ ડોક્યુમેન્ટ હતાં. બીજા પાર્સમાં ચારસો રૂપિયાની રોકડ હતી. પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં શી ટીમના જાગૃતિબેને આ પર્સના માલિક એવા સિનીયર સિટીઝનોને શોધી તેમને પર્સ સુપરત કરતાં શી ટીમનો આભાર માન્યો હતો.
(3:51 PM IST)










